Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ભરબજારમાં બેઠા હોય, છતાં બજાર તેમના અંતરમાં પ્રવિષ્ટ થતો નથી. તેઓ સર્વ સાંસારિક પ્રવૃત્તિઓથી અસ્પૃશ્ય જ રહે છે. સંસારમાં રહેવા છતાં સંસાર તેમને સ્પર્શ નથી કરી શકતો. તેઓ સંસારમાં હોવા છતાં, સંસારમાં નથી હોતા. તેમનું શરીર સંસારની પ્રવૃત્તિઓ કરતું હોવા છતાં તેમનું ચિત્ત તેમાં નથી હોતું. તેમનું ચિત્ત તો આત્મામાં હોય છે. તેઓ વ્યાપારાદિ પ્રવૃત્તિઓમાં દેખાય છે, પરંતુ એ કેવળ દેખાવ છે; તેઓ રહે છે તો સતત પોતાના આત્મામાં જ. જ્ઞાની સતત સ્વરૂપમય રહે છે. તેઓ સદા અનાસક્ત રહી વ્યવહારપ્રવૃત્તિ કરે છે. જ્ઞાનીને વ્યવહારપ્રવૃત્તિમાં જરા પણ તાદાભ્ય થતું નથી. શ્રીમદ્ લખે છે –
જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્થાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં.'
પૂર્વપ્રારબ્ધવશાત્ જ્ઞાની ગૃહસ્થદશામાં હોય, પરંતુ જ્ઞાનીને આત્મા સિવાય કાંઈ ઇષ્ટ લાગતું નથી, તેમનું મન કશે પણ ચોંટતું જ નથી. તેમને સંસારપ્રવૃત્તિમાં મીઠાશ જણાતી નથી, માત્ર આત્મામાં જ મીઠાશ લાગે છે. અજ્ઞાની કરતાં તેમનું કાળજું જુદું હોય છે. અજ્ઞાની અને તેમનાં અંતર જુદાં હોય છે. તેમના બન્નેના ભાવ વચ્ચે આંતરા હોય છે. ધાવમાતા બાળકને નવરાવે, ધવરાવે તથા રમાડે; અને તેની સગી માતા પણ તેને નવરાવે, ધવરાવે તથા રમાડે; બન્નેની ક્રિયા એકસરખી હોવા છતાં તે બન્નેના ભાવમાં ઘણું અંતર હોય છે. તેવી રીતે જ્ઞાની અને અજ્ઞાનીની ક્રિયા બહારથી એકસરખી હોય તો પણ તેમના બન્નેના ભાવમાં ઘણું અંતર હોય છે. જ્ઞાનીનું ઊઠવું, બેસવું, ખાવું, પીવું, ચાલવું બધું જ અજ્ઞાનીથી ભિન્ન હોય છે. તેમની પ્રત્યેક ક્રિયા હોશથી આલોકિત હોય છે. તેમનાથી જે કંઈ થાય છે તે મૂચ્છમાં થતું નથી. જ્યારે અજ્ઞાની જે કંઈ કરે છે તે બધું જ બેહોશીમાં કરે છે. જ્ઞાની યુદ્ધ લડતા હોય તોપણ તેમની પ્રતીતિમાં, તેમના જ્ઞાનમાં સ્વચ્છેય કદી ભુલાતું નથી. યુદ્ધ લડતાં પણ તેમને કર્મોની નિર્જરા થતી હોય છે. અજ્ઞાની જે પ્રસંગમાં કર્મોથી બંધાય છે, તે જ પ્રસંગમાં જ્ઞાની કર્મોથી છૂટે છે. જે આચરણથી અજ્ઞાનીને બંધ થાય, એ જ આચરણથી જ્ઞાની ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૦૩
_ 'भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः ।
तस्य तत्सर्वं एवेह, योगो योगो हि भावतः ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૭૦ (પત્રાંક-૬૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org