Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૦
૩૧૭ આમ, સર્વ કાળના જ્ઞાનીઓને ભૌતિક જગત પોકળ અને ક્ષણભંગુર લાગે છે. જ્ઞાનદશામાં અનુભવાતી જગતની અરમણીયતા અને અસ્થિરતા - આ બે તથ્યને શ્રીમદે ઉપમા દ્વારા આ ગાથામાં મુખરિત કર્યા છે, તેનું અવલોકન કરીએ. (૧) “સકળ જગત તે એઠવત’
જ્ઞાનીપુરુષને જગતના સમસ્ત પદાર્થો એઠ સમાન લાગે છે. એઠ શબ્દ સંસ્કૃત ‘ચ્છિષ્ટ' ઉપરથી આવેલો છે. માણસે ખાતાં ખાતાં છોડેલું તે એઠ. એઠ એ અશુચિમય પદાર્થ છે. એઠ ખાવાનું જેમ કોઈ પણ વ્યક્તિને મન થતું નથી, તેમ જ્ઞાનીના જ્ઞાનમાં સંપૂર્ણ સંસાર એઠવતું જણાતો હોવાથી તેના તરફ તેમને રુચિ કે પ્રતિભાવ થતો નથી, ઊલટું તેમને તો સંસારથી છૂટવાની ઇચ્છા રહે છે.
જગતના પદાર્થો પૌગલિક છે, અનંત અનંત પરમાણુઓના પિંડ છે. પુદ્ગલપરમાણુનો સહજ સ્વભાવ છે - મળવું અને વિખરાવું. પરમાણુઓમાં રહેલા સ્નિગ્ધત્વ અને રુક્ષત્વના કારણે તે ભેગાં થાય છે અને છૂટાં પડે છે. એક પરમાણુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ અનેક પરમાણુઓ સાથે મળીને જે સ્કંધ બને છે તે ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે. પ્રતિ સમય એ સ્કંધમાં નવાં પરમાણુઓ આવીને મળે છે અને તેમાં રહેલાં બીજાં પરમાણુઓ તેમાંથી છૂટાં પડે છે. પરમાણુજગતની આ સહજ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના પરિણામરૂપે જગતના સર્વ પૌદ્ગલિક પદાર્થોનું નિર્માણ થાય છે.
ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલાં પરમાણુઓના સમૂહથી વર્ગ બને છે. વર્ગના સમૂહથી વર્ગણા બને છે. વર્ગણાના મુખ્ય આઠ પ્રકાર છે - ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, કાર્મણ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા તથા મનોવણા. આ આઠ પ્રકારની જુદી જુદી વર્ગણાના બનેલા પૌગલિક પિંડોને જીવ અનેક પ્રકારે ગ્રહણ કરે છે, તેનો ઉપયોગ કરે છે અને છોડી દે છે. સકળ વિશ્વના સર્વ સંસારી જીવ અનંત કાળથી પુદ્ગલપિંડોને ગ્રહણ કરે છે અને છોડી દે છે. જેમ કે વિશ્વમાં અનંતાનંત કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ રહેલાં છે. જીવ જ્યારે રાગાદિ ભાવો કરે છે ત્યારે તેની અવગાહના જે ક્ષેત્રમાં હોય છે, તે ક્ષેત્રમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુગલપરમાણુઓ ખેંચાય છે, જીવ સાથે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે. તે પુદ્ગલપરમાણુઓ તેના સત્તાકાળ સુધી કર્મરૂપે આત્મા સાથે રહી, યથાપ્રકારે ફળ આપી, આત્માથી છૂટાં પડી જાય છે અને વાતાવરણમાં રહેલા કાર્મણ વર્ગણાના અન્ય પુગલપરમાણુઓ સાથે ભળી જાય છે. જીવ ફરી એના એ જ પરમાણુઓ કર્મરૂપે ગ્રહણ કરે છે અથવા કાર્મણ વર્ગણાનાં બીજાં પરમાણુઓને ગ્રહણ કરે છે કે જે પરમાણુઓ અન્ય જીવોએ ગ્રહણ કરીને છોડી દીધાં હોય છે. એ જ રીતે બીજો જીવ પણ પોતે કે અન્ય જીવોએ ગ્રહણ કરીને છોડી દીધાં હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org