Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૯
૩૦૫
કર્મોથી છૂટી જાય એવું અલૌકિક, અવર્ણનીય આચરણ - ચારિત્ર જ્ઞાનીનું હોય છે.૧
બાહ્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ ‘હું પરમાનંદ મૂર્તિ છું, પૂર્વકર્મના કારણે આ પ્રવૃત્તિમાં જોડાવું થાય છે. મને કાંઈ જોઈતું નથી.' એવું જ્ઞાનીના હૃદયમાં હોય છે. તેમને તો સતત એવી ભાવના રહે છે કે “એક ચિદાનંદ આત્મા સિવાય બીજા કોઈ ભાવને મનમંદિરમાં પ્રવેશવા દઉં નહીં. મારા ધ્યેયરૂપ એવા ચૈતન્યદેવમાં લીન રહી, તેમાં પૂર્ણપણે સ્થિર થઈ જાઉં!' તેમને પોતાના આનંદકંદ સ્વરૂપમાં સ્થિર થવાનું એક અદમ્ય આકર્ષણ રહ્યા કરે છે. તેમને શુભાશુભ ભાવની ઇચ્છા હોતી નથી, એકમાત્ર શુદ્ધોપયોગની જ ઇચ્છા હોય છે. ચૈતન્યસ્વભાવનો આશ્રય કરીને, શુદ્ધોપયોગ વધારીને તેમને કેવળજ્ઞાન પ્રગટ કરવાનો ભાવ હોય છે. તેઓ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે.
આમ, આત્માના અપૂર્વ અનુભવથી જ્ઞાનીના જીવનમાં અકથ્ય પરિવર્તન આવે છે. નિજના નિરુપાધિક સહજ આનંદપૂર્ણ જ્ઞાનસામર્થ્યની ઝલક મળતાં સમ્યગ્દર્શન પ્રગટે છે અને દેહાભિમાન નષ્ટ થાય છે, તેથી પહેલાં જેવા તીવ્ર રાગ-દ્વેષ જાગી શકતા નથી. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગ-દ્વેષની આધારશિલા જ ઊથલી પડે છે. રાગ-દ્વેષનો રસ છૂટી જાય છે અને માત્ર આત્માનું લક્ષ રહે છે. પર્યાયે પર્યાયે જ્ઞાનીનો પુરુષાર્થ એવો હોય છે કે અનાદિના રાગ-દ્વેષના સંસ્કારો નાશ પામતા જાય છે અને શુદ્ધતા વધતી જાય છે.
સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પ કાળમાં મુક્તદશા પ્રગટ કરે. સમ્યગ્દર્શનને ધારણ કરનાર જીવના અંતરમાં શ્રદ્ધા-જ્ઞાનની નિર્મળ ગંગાનો જે પ્રવાહ વહે છે તે બધા જ વિકારને ધોઈ નાખે છે અને જીવ ચૈતન્યના શાંત રસમાં પૂર્ણપણે ઠરી જાય છે. પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખનાર જીવ સ્વભાવના આશ્રયે રાગ છોડી, પૂર્ણ ચારિત્રદશા પ્રગટ કરી, આત્મામાં અખંડપણે સ્થિર થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૩૨, શ્લોક ૩૮
'अलौकिकमहो वृत्तं ज्ञानिनः केन वर्ण्यते ।
अज्ञानी बध्यते यत्र ज्ञानी तत्रैव मुच्यते ।।' સરખાવો : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૨૯-૨૩૦
‘क्रिया साधारणी वृत्तिानिनोऽज्ञानिनस्तथा । अज्ञानिनः क्रिया, बन्धहेतुर्न ज्ञानिनः क्वचित् ।। आस्तां न बन्धहेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया । चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org