Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૯
૩૦૩ કરતા નથી કે જે તેમને સુખી-દુઃખી કરી શકે. બીજાઓની વ્યાખ્યાઓ અથવા ભૂતકાળમાં પોતે જ કરેલી સુખ-દુઃખની વ્યાખ્યાઓ હવે તેમને સ્પર્શતી નથી. જે બને છે તેમાં તેઓ આનંદિત જ હોય છે. તેમના જીવનમાં પરમ આનંદની વર્ષા થતી હોય છે. તેઓ નિરંતર આનંદમાં ઝૂલ્યા કરતા હોય છે. પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય તેમનું ચિત્ત સદા આનંદપૂર્ણ રહે છે, પ્રસન્ન રહે છે.
જ્ઞાનીની ચારે તરફ જે કંઈ ઘટિત થાય છે તે જ્ઞાનીને પ્રભાવિત નથી કરી શકતું. પાપ આવે છે, જાય છે; પુણ્ય આવે છે, જાય છે; તેઓ તો સદા સ્વસત્તાના અનસંધાનપૂર્વક અપ્રભાવિત જ રહે છે. ક્યારેક તડકો હોય છે. ક્યારેક છાંયો હોય છે બધું આવે છે અને જાય છે; છતાં જ્ઞાની તો અપ્રભાવિત જ રહે છે. સુખ-દુ:ખ આવે છે અને જાય છે, પરંતુ તેઓ માત્ર તે સર્વને જુએ છે, પણ અપ્રભાવિત રહીને! તેઓ અપ્રભાવિત રહીને સમગ્ર ભવચેષ્ટાને જુએ છે.
જ્ઞાનીને કર્તુત્વ-ભોક્નત્વબુદ્ધિનો લોપ થયો હોય છે અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનો આવિર્ભાવ થયો હોય છે. તેમને સતત એ ભાન રહે છે કે હું તો જ્ઞાયકમાત્ર છું. પરનો કર્તા-ભોક્તા નહીં, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા.” તેમની જાણવાની પ્રક્રિયા સહજપણે થતી રહે છે, ત્યાં કોઈ અહંબુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ કે ભોસ્તૃત્વબુદ્ધિ હોતી નથી. માત્ર જાણવું, સહજપણે જાણવું થતું રહે છે. પરને ભિન્નપણે, સાક્ષીભાવે જાણવાનું કાર્ય સહજપણે થતું રહે છે. સાક્ષીભાવમાં રહેવું તેમને માટે સહજ બની ગયું હોય છે. સાક્ષીભાવમાં સ્થિત હોવાથી તેઓ પ્રત્યેક કૃત્ય અસંગ રહીને કરે છે. તેમના કૃત્યમાં એક નવી વાત જોડાઈ જાય છે - એક નવી દષ્ટિ, એક નવું સૌંદર્ય, એક નવું ઐશ્વર્ય જોડાઈ જાય છે.
જ્ઞાની પૂર્વકર્મના ઉદયવશ વિષયભોગ આદિમાં પ્રવૃત્ત થાય છે, પણ તેઓ તેમાં તન્મય થતા નથી. ‘દેહાદિ બધું કર્યજનિત છે, ક્ષણવારનું છે, મારાથી જુદું છે' એ પ્રતીતિ રહેતી હોવાથી તેમનું ચિત્ત વિષયભોગમાં કે વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભળતું નથી. એ પ્રવૃત્તિઓમાં તેમને રસ પડતો નથી, તેઓ સતત નિર્લેપ જ રહે છે. જેમ સુવર્ણ કીચડની વચ્ચે રહેવા છતાં પણ કીચડથી લિપ્ત થતું નથી, તેમ જ્ઞાની વિષયોમાં રહેવા છતાં પણ વિષયોથી લિપ્ત થતા નથી. ૧
જ્ઞાની પૂર્વપ્રારબ્ધના કારણે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેમનું અંતર તેનાથી અલિપ્ત જ હોય છે. ગૃહવાસમાં હોવા છતાં તેઓ અંતરથી ઉદાસીન હોય છે. તેઓ ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, ‘યોગસાર', અધિકાર ૪, શ્લોક ૧૯
'ज्ञानी विषयसंगेऽपि विषयैर्नेव लिप्यते । कनक मल मध्येऽपि न मलैरूपलिप्यते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org