Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
૨૮૭
ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે સર્વ પરમાર્થે નિષ્ફળ જાય છે. આના ઉપરથી સહેજે સમજી શકાય છે કે ધર્મ માટે અંતરમાં દયાદિ ગુણોની વિદ્યમાનતા કેટલી આવશ્યક છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ ધર્મપ્રાપ્તિ માટેની - આત્મપ્રાપ્તિ માટેની મૂળ લાયકાત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
પરમ ભાવિતાત્મા શ્રીમદ્ભો મુમુક્ષુજનને ઉપદેશ સાચું મુમુક્ષપણું - સાચું આત્માર્થીપણું પ્રગટાવવા માટે છે, - કથનમાત્ર કે નામમાત્ર મુમુક્ષુપણું - આત્માર્થીપણું નહીં. જીવમાં જો ખરેખરું ભાવ-મુમુક્ષપણું આવ્યું હોય તો તેનું સંસારબળ નિરંતર ઘટતું જ જાય ને જીવ મોક્ષમાર્ગે આગળ વધતો જ હોય.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દયા, શાંતિ, સમતા, ક્ષમા, શ્રી જિન ભાષિત સાર; શ્રદ્ધા દુર્લભ આદરી, તત્ત્વો તણો નિર્ધાર. વીતરાગ આશય ભર્યા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; સાચા જાણી ભાવથી, સાથે સાધી લાગ. ઐહિક સુખ વાંછે નહિ, મોક્ષ ભાવના એક; હોય મુમુક્ષુ ઘટ વિષે, ચિત્ત સત્ય એ ટેક. લોક પ્રવાહે નવિ વહે, વીતરાગ પર રાગ; વિષય વિરક્ત મુમુક્ષુમાં, એહ સદાય સુજાગ્ય.'
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૫૫ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૪૯-૫૫૨) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org