Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ાય
છે.
૨૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુમુક્ષુનો સ્વભાવ બની ગયા હોય છે. અનુકૂળ પ્રસંગ હોય કે પ્રતિકૂળ પ્રસંગ, આ ગુણો સદા વિદ્યમાન હોય છે. ચંદનની સુગંધ સર્વત્ર પ્રસરી જઈ સુવાસિત કરે છે, તેમ આ ગુણો મુમુક્ષુના ઘટમાં - અંતરમાં - આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરે છે. તેના સંપર્કમાં આવેલાનું જીવન પણ તેની શીલસુગંધથી સુવાસિત થાય છે.
જેને મોક્ષની સાચી અભિલાષા હોય છે તેના ઘટમાં આ ગુણોની પ્રભા વ્યાપી જાય છે. તેનું અંતર દયાદિ ગુણો વડે રંગાયેલું હોય છે. વસ્ત્ર ફાટે તોપણ તેના તાણાવાણામાં બેસી ગયેલો રંગ ફીટે નહીં, તેમ દેહ પડવા છતાં - દેહનો નાશ થવા છતાં સ્વભાવરૂપ બનેલા દયાદિ ગુણો નાશ પામતા નથી. શ્રીમદે વાપરેલો “ઘટ' શબ્દ કેટલો યોગ્ય છે તે આ ઉપરથી સમજી શકાય છે.
આ મુમુક્ષુ અવસ્થાથી જ જીવમાં વાસ્તવિક ધર્મ અંકુરિત થાય છે. જેમ યુવાન, રૂપવાન અને પૈસેટકે સુખી માણસ જ નિર્વિઘ્ન ભોગસુખ માણી શકે છે; તેમ પ્રબળ ક્રોધાદિથી રહિત અને ઉદાત્ત આશયવાળી વ્યક્તિ જ યથાર્થ ધર્માનુષ્ઠાન કરી શકે છે. જેમ વૃદ્ધ, કુરૂપ અને દરિદ્ર વ્યક્તિ ભોગની ચેષ્ટા કરે તો પણ તે બેચેન રહે છે, દુઃખી જ હોય છે; તેમ દયાદિ ગુણસંપત્તિ વિના કરવામાં આવતાં ધર્માનુષ્ઠાન સંક્લેશમુક્ત ન હોવાથી મોક્ષસુખદાયક બની શકતાં નથી. એ બને, અર્થાત્ સંપત્તિ આદિથી રહિત વ્યક્તિનું ભોગસુખ અને દયાદિ ગુણવિહીન વ્યક્તિનું ધર્માનુષ્ઠાન ઝાંઝવાનાં નીરની જેમ તેના મનનાં માનેલાં છે, વાસ્તવિક નથી.'
જેનામાં દયાદિ ગુણોનો ઉદય નથી થયો એ આત્મા, શેરડીના ખેતરના શેઢે ઊગેલા લીમડાની જેમ, ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ મોક્ષસાધક માધુર્યને બદલે સંસારવૃદ્ધિકારક કટુતાનો જ સંચય કરતો રહે છે. દયાદિ ગુણો પ્રગટ્યા ન હોય તે જીવ ગમે તેટલી ધાર્મિક ક્રિયા કરે તો પણ તેને પરમાર્થે કશો લાભ થતો નથી. દયાદિ ગુણો પ્રગટ્યા હોય તો સર્વ ધર્મક્રિયાઓ સાર્થક થાય છે અને એ ગુણો ન હોય તો ગમે તેવી અને ૧- જુઓ : (૧) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘કાત્રિશત કાત્રિશિકા', ધાર ૧૪, શ્લોક ૭,
'शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः । धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ।। अङ्गाभावे तथा भोगोऽतात्त्विको मानहानितः ।
शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ।।' (૨) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૧૮૯
'मिथ्या विकल्परुपं तु, द्वयोर्द्धयमपि स्थितं । खबुद्धिविकल्पनाशिल्पि-निर्मितं न तु तत्त्वतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org