Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે વિયોગ, નુકસાન, અપમાન વગેરે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે.
દુઃખ દૂર કરવાના પ્રયત્ન છતાં તે દુઃખી જ રહે છે, કારણ કે તેનો પુરુષાર્થ ઊલટી દિશામાં થાય છે. જીવ દુઃખ દૂર કરી સુખી થવા ઇચ્છે છે, પરંતુ તે એ જાણતો નથી કે સુખ શું છે, ક્યાં છે, કઈ રીતે મળે અને તેથી તે દુ:ખી જ રહે છે. તે અજ્ઞાનવશ પરવસ્તુઓ દ્વારા શાંતિ-સંતુષ્ટિ મેળવવાનું વિચારે છે અને તે માટે ખૂબ મહેનત કરે છે, આખું જીવન ગુમાવી દે છે; પણ અંતે અશાંતિ અને અસંતોષ સિવાય તે બીજું કંઈ પામતો નથી. કોઈ માણસ સરોવરના પાણીમાં ચંદ્રના પ્રતિબિંબને જોઈને ચંદ્રને મેળવવા પાણીમાં કૂદી પડે તો તેને શું મળે? જળમાં કરાતી ચંદ્રની શોધ તેને સરોવરના ઊંડાણમાં જેટલી લઈ જશે, તેટલો જ તે વાસ્તવિક ચંદ્રથી વધુ દૂર થતો જશે. પરમાંથી સુખ મેળવવાની શોધમાં જીવ આવી જ રીતે વાસ્તવિક આનંદથી દૂર નીકળી જાય છે. વસ્તુઓમાં સુખને શોધતાં શોધતાં જે મળે છે તે સુખ નહીં પણ દુઃખ જ હોય છે. વિષયભોગોમાં સુખની શોધ દુઃખના દરિયામાં ડુબાડે છે. વિષયસુખ જીવને આકર્ષે છે, પણ એની પાછળ જવાથી નિષ્ફળતા, ખેદ અને દુઃખ સિવાય કંઈ જ મળતું નથી. આ રીતે જીવ અનંત કાળથી દુઃખ ભોગવે છે, પણ જ્યારે સ્વાનુભૂતિ થાય છે ત્યારે આત્મા શુદ્ધ થઈ જાય છે, દુઃખ અને પાપનું નામનિશાન પણ રહેતું નથી, સર્વ પ્રકારની આકુળતાનો અભાવ થાય છે. તે સર્વ દુઃખરહિત થઈ, નિરાકુળ અતીન્દ્રિય સુખ ભોગવે છે.
પહેલાં જીવને પોતાની આંતરિક સંપદાની ખબર ન હતી, એટલે તે ઘર વગેરેને સંપદા માનતો હતો અને આત્મદરિદ્રતાથી પીડિત હતો. પોતાની અંદરની સમૃદ્ધિને ભૂલીને તે પર પાછળ પાગલની જેમ દોડતો હતો. એની ચિંતા અને વિકલ્પોની ભીડમાં ખોવાઈ ગયો હતો. આત્મદરિદ્રતાથી ગ્રસ્ત હોવાથી તે ધન-સંપત્તિને, પદપ્રતિષ્ઠાને શોધતો હતો, પરંતુ આ બાહ્ય સમૃદ્ધિ અને શક્તિની પાછળ ભટકતાં ભટકતાં તે નિજઘરથી ઘણો દૂર નીકળી ગયો હતો, વધુ ને વધુ દરિદ્ર બનતો ગયો હતો. લક્ષ્મી, વૈભવવિલાસ, અધિકાર, સત્તા, પરિવારાદિની વૃદ્ધિને તે પોતાની વૃદ્ધિ ગણતો હતો, પણ આ બધું વધવા છતાં આંતરિક દરિદ્રતા તો ઘટતી ન હતી, બલ્ક વધતી જ હતી. અનુભવ થતાં તેને પોતાની સંપદાનું ભાન થાય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ ભાસવાથી તેને સમજાય છે કે મારાં સુખ, શાંતિ અને સલામતી પરમાં નથી, મારા પોતામાં જ છે.' તેને ભાન થાય છે કે હું નાહક જ પર પાછળ દોડતો હતો. હું વ્યર્થ જ ભિખારી બની ગયો હતો. હું તો સમાટ છું.' કેન્દ્રમાં સ્થિતિ થતાં તે ભિખારી નથી રહેતો પણ સમાટ થઈ જાય છે.
અનુભૂતિ થઈ ન હતી ત્યાં સુધી તો દુઃખનું જ વદન હતું. સ્વાનુભૂતિ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org