Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
નિવૃત્તિ લે છે. તે પરને પરરૂપ જાણીને તેનો ત્યાગ કરે છે. તે પરવસ્તુને પરવસ્તુ તરીકે સ્વીકારી અને સ્વવસ્તુને સ્વવસ્તુ તરીકે સ્વીકારી, સ્વને પ્રાપ્ત કરવા પરનો ત્યાગ કરે છે. “જાણવા-જોવાના સ્વભાવવાળા મારા આત્મા સિવાય આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી' એવું જ્ઞાન જાગૃત હોવાથી તેને પરવસ્તુ પ્રત્યેની મમતા ઓછી થતી જાય છે. લક્ષ સહિતના, જાગૃતિપૂર્વકના બાહ્ય ત્યાગના કારણે તેના ચિત્તમાંથી પણ તે વસ્તુનો ત્યાગ થાય છે. આમ, મુમુક્ષુના અંતરમાં ત્યાગ ગુણ સદૈવ જાગૃત હોય છે. (૭) “વૈરાગ્ય'
ગૃહ-કુટુંબાદિ વિષે અનાસક્તિ થવી તે વૈરાગ્ય. ભાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં રાગની માત્રા જેટલી ઓછી તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટ્યો કહેવાય.
વૈરાગ્ય એટલે કોઈ ઉચ્ચ ધ્યેય તરફ પ્રગટેલી પ્રીતિના ફળસ્વરૂપે અનિત્ય પદાર્થોમાં અનાસક્તિ થવી. વૈરાગ્ય એટલે પૌદ્ગલિક વસ્તુ પ્રત્યેના રાગનો ઘટાડો - રાગની મંદતા. આત્માનો અચિંત્ય મહિમા પ્રગટવાથી અને સંસાર, દેહ તથા ભોગની અનિત્યતા, અસારતા, અશરણતા ભાસવાથી સંસાર, દેહ તથા ભોગ પ્રત્યેના રાગનો ઘટાડો થાય - રાગની મંદતા થાય તે વૈરાગ્ય. સંસાર, દેહ તથા ભોગોમાં વિરક્ત ભાવ તે વૈરાગ્ય છે.
સાચું સુખ આત્મામાં છે, પરંતુ અજ્ઞાની જીવને સુખ બાહ્ય પદાર્થોમાં પ્રતીત થાય છે. તે અંતરમાં વળતો નથી અને સુખને બહાર જ શોધે છે. આ બાહ્ય વિષયસુખ વસ્તુતઃ દુઃખ જ છે. વિષયસુખ મૂળપણે દુઃખ જ છે, તેથી જીવ પરપદાર્થમાં જ્યાં પણ સુખની કલ્પના કરે છે, ત્યાંથી તેને દુઃખ જ મળે છે. જે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાંથી તે સુખ, શાંતિ અને સલામતી મેળવવાના પ્રયત્ન કરે છે, તેમાંથી તેને દુ:ખ જ મળે છે. જેમ કંદોઈને ત્યાં ઊકળતા તેલના કડાયામાં ઉપરથી પડેલો સર્પ ઘણો ખરો તો બળી જાય છે અને બળતરાથી બચવા માટે તે પાછો ચૂલામાં ઘૂસી જતાં પૂરેપૂરો બળી જાય છે; તેમ અજ્ઞાની જીવ પુણ્ય-પાપમાં તો બળી જ રહ્યો છે અને તેમાં પણ વિષયસુખની લાલસા કરી, જેનાથી વિશેષ બળાય એવા વિષયમાં સુખ માની તેમાં ઝંપલાવે છે, પરંતુ સુખને બદલે તેને વિશેષ દુઃખ જ મળે છે.
ભોગમાં જે આસક્ત હોય તે કદી ચિત્તશાંતિ મેળવી શકતો નથી. ભોગ સંબંધી ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, દ્રવ્યસંગ્રહ', ગાથા ૩૫ની ટીકા
સંસારમોનેસુ વિરત્તમારો ય વૈરાં !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org