Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હંમેશાં જ ભયભીત રહે છે. ધન, શક્તિ આદિમાં પોતાથી વિશેષ બળવાળાઓની સાથે કરેલો કપટવ્યવહાર પ્રગટ થઈ જવાનો તેને ભારે ડર હોય છે. મુમુક્ષુ જીવને અસત્યનું બહુમાન હોતું નથી. તેને સત્યની રુચિ, મહિમા, આદર હોય છે. જેને અંતરમાં સતુનો આદર છે, જેને પૂર્ણ, પવિત્ર, અકષાયી આત્મા પ્રાપ્ત કરવો છે એવા મુમુક્ષુ જીવના અંતરમાં વ્યવહાર સત્ય માટે આદર હોય જ એ સ્વાભાવિક છે.
સત્યવ્રત શ્રુત અને યમનું સ્થાન છે, વિદ્યા અને વિનયનું ભૂષણ છે અને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્ર ઉત્પન્ન કરવાનું કારણ છે. વાણીની સત્યતા અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે જ્ઞાનીઓએ સત્યને ચાર સ્થાનોમાં બાંધ્યું છે - સત્ય અણુવત, સત્ય મહાવત, ભાષા સમિતિ અને વચનગુપ્તિ. સ્થળ જૂઠું ન બોલવું તે સત્ય અણુવ્રત છે. સૂક્ષ્મ પણ જૂઠું ન બોલવું તે સત્ય મહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય ન બોલતાં હિત, મિત અને પ્રિય બોલવું એ ભાષાસમિતિ છે અને બોલવું જ નહીં એ વચનગુપ્તિ છે. તાત્પર્ય કે જો બોલ્યા વિના ચાલે તો બોલવું જ નહીં, જો બોલવું જ પડે તો હિત, મિત તથા પ્રિય અને સંપૂર્ણ સત્ય વચન બોલવું. જો સૂક્ષ્મ અસત્યથી બચી શકાય એમ ન હોય તો સ્થૂળ અસત્ય તો કદી ન બોલવું. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ હોય તેવા જ પ્રકારે કહેવાની જાગૃતિ મુમુક્ષુને રહે છે.
| મુમુક્ષુ જીવ વસ્તુ જેવી છે તેવી જાણે છે અને તે પ્રમાણે કહે છે. તે સત્ય બોલવા માટે સત્ય જાણે છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું અત્યંત જરૂરી છે. સત્ય જાણ્યા વિના સત્ય બોલી કઈ રીતે શકાય? સત્ય માટે જ્ઞાન અને વાણીને વસ્તુસ્વરૂપને અનુકૂળ ઢાળવાં જરૂરી છે. વસ્તુ જ્ઞાન અને વાણીને અનુરૂપ બનાવી શકાતી નથી અને બનાવવાની આવશ્યકતા પણ નથી. આવશ્યકતા છે વસ્તુસ્વરૂપને અનુરૂપ જ્ઞાન અને વાણી બનાવવાની. જ્યારે જ્ઞાન અને વાણી વસ્તુસ્વરૂપને અનુરૂપ થાય છે ત્યારે તે સત્ય હોય છે. વસ્તુ, જ્ઞાન અને વાણી આ ત્રણનો સુમેળ હોય તો જ જ્ઞાન પણ સત્ય છે, વાણી પણ સત્ય છે; વસ્તુ તો પહેલેથી સત્ય છે જ. પરંતુ જ્યારે વસ્તુ, જ્ઞાન અને વાણીનો સુમેળ ન હોય; અર્થાત્ મોઢેથી તો બોલે ‘પટ’ અને સંકેત કરે ‘ઘટ' તરફ તો વાણી અસત્ય બની જાય છે. વળી, સામે તો હોય ‘ઘટ' અને જીવ એને જાણે “પટ' તો જ્ઞાન પણ અસત્ય બની જાય છે. મુમુક્ષુ જીવ વસ્તુને યથાર્થપણે જાણે છે અને તદનુરૂપ કથન કરે છે. તે સત્ય વિચારી, સમજી સત્ય બોલે છે.
સત્યપરાયણ મુમુક્ષુ જીવ જેવું મનમાં હોય તેવું જ વાણી દ્વારા કહે છે તથા ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૯, શ્લોક ૨૭
'व्रतश्रुतयमस्थानं विद्याविनयभूषणम् । चरणज्ञानयोर्बीजं सत्यसंज्ञं व्रतं मतम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org