Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
અને ચેલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.”
અનાદિથી જીવ પરમાર્થસત્ય બોલ્યો નથી, તેથી પ્રારંભિક ભૂમિકામાં તે બોલવું વિકટ લાગે છે, પરંતુ અભ્યાસની નિરંતરતાથી પરમાર્થસત્ય અવશ્ય બોલી શકાય છે. સતત અભ્યાસ કરવાથી પરમાર્થસત્ય બોલવાનું શક્ય થઈ શકે છે અને સમ્યગ્દર્શન થતાં પરમાર્થસત્ય સહજ બોલાય છે. સમ્યગ્દર્શન પછી યથાર્થપણે પરમાર્થસત્ય બોલવાનું થાય છે, પરંતુ વ્યવહાર સત્ય આવ્યા વિના સમ્યગ્દર્શન થતું નથી; અર્થાત્ વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થસત્ય બોલાવું શક્ય જ નથી. વ્યવહાર સત્યને સમજાવતાં શ્રીમદ્ કહે છે કે –
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.
દષ્ટાંત : જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય.૨
જે વસ્તુ, જે સમયે, જેવી રીતે, જે સંજોગોમાં હોય; તે વસ્તુ, તે સમયે, તેવી રીતે, તે સંજોગોમાં જેમ હતી તેમ કહેવું તે વ્યવહાર સત્ય છે. જેમ કે “ઈ.સ. ૧૯૪૭ના વર્ષની પંદરમી ઑગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી, ‘મારી વાર્ષિક આવક રૂપિયા પંચ્યાસી હજારની છે’, ‘મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે' ઇત્યાદિ. આ અને આવી તમામ હકીકતો વ્યવહાર સત્યમાં સમાવેશ પામે છે. વ્યવહાર સત્યનું પાલન આત્માને લાભનું તેમજ સુખનું કારણ છે, કેમ કે અસત્ય બોલવામાં તેમજ તે ઉઘાડું પડી ન જાય તે માટે જીવે ઘણા વિકલ્પો કરવા પડે છે અને તેથી તે અશાંત, દુઃખી થાય છે. અસત્ય પ્રગટ ન થઈ જાય તે માટે ઘણી યોજનાઓ કરવી પડે છે. અસત્યને છુપાવવા, તેને સત્યનો અંચળો ઓઢાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. અસત્ય બોલનાર હંમેશાં એમાં જ ગૂંચવાયેલો રહે છે. તે હંમેશાં ભયભીત રહે છે. અસત્ય બોલનાર વ્યક્તિ હંમેશાં સશંક રહે છે અને અસત્ય ખુલ્લું પડી જવાનો ભય તેને નિરંતર સતાવ્યા કરે છે. અસત્ય ખુલ્લું પડી જતાં પોતાની હાલત અત્યંત બૂરી થશે અને પોતે મહાભયંકર આપત્તિમાં આવી પડશે એવો ભય તેને નિરંતર સતાવતો રહે છે. આપત્તિ તો અસત્ય ખુલ્લું થયા પછી આવે છે, પરંતુ આપત્તિની આશંકાથી તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૫-૬૭૬ (ઉપદેશનોંધ-૩૪) ૨- એજન, પૃ.૬૭૬ (ઉપદેશનોંધ-૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org