Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૩૮
ગાથા
અર્થ
- ગાથા ૧૩૭માં શ્રીમદે કહ્યું કે જે જીવ મુખથી નિશ્ચયનયપ્રધાન વચનો ભૂમિકા '2" કહે છે, પરંતુ અંતરથી જેનો મોહ છૂટ્યો નથી અને માનાદિ કામના વર્તતી હોવાથી પોતાને મોટો જ્ઞાની કહેવરાવે છે, તે પામર પ્રાણી જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે.
અંતરમાં મોહની પ્રબળતા વર્તતી હોવા છતાં જે જીવ જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે, તે જીવ જ્ઞાની તો નથી; પરંતુ તેને સાચો મુમુક્ષુ કહેવો પણ યોગ્ય નથી. મુમુક્ષુ જીવ કયાં લક્ષણોથી વિભૂષિત હોય, અર્થાત્ મુમુક્ષુમાં કયા ગુણ પ્રગટ્યા હોય છે તે સ્પષ્ટ કરતાં શ્રીમદ્ પ્રકાશે છે –
‘દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.' (૧૩૮) - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના
ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગૃત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૮). ભાવાર્થી
= જે જીવને અંતરમાં મોક્ષ સિવાય કોઈ પણ બીજી અભિલાષા ન હોય તે
J જીવ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. જે જીવ સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાય અને મોક્ષને વિષે જ યત્ન કરવામાં સંલગ્ન હોય, તે જીવમાં મુમુક્ષુતા પ્રગટી ગણાય. જે જીવને મોક્ષની અદમ્ય ઇચ્છા જાગી હોય, તે જીવ પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવૃત્ત હોય છે. સતુની પ્રાપ્તિ અર્થે સત્સમાગમ, ચિંતન, નિદિધ્યાસન આદિ કરતાં તેનામાં સદ્દગુણોનું ગ્રહણ થવા લાગે છે. તેનામાં દયા (પોતાને અને પરને દુઃખથી છોડાવવાની ભાવના), શાંતિ (કષાયોનું ઉપશાંતપણું, મંદપણું, મોળાપણું), સમતા (સુખમાં કે દુ:ખમાં સર્વત્ર સમભાવ, રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણામ), ક્ષમા (ક્રોધના નિમિત્તો મળવા છતાં ઉત્તેજિત ન થવું), સત્ય (વસ્તુ જેવી છે તેવી જાણવી અને તે પ્રમાણે કહેવી), ત્યાગ (પરવસ્તુમાં તાદાભ્યપણું ન કરવું), વૈરાગ્ય (સંસાર, ભોગ, દેહ સંબંધી રાગનું ખરી પડવું) અવશ્ય પ્રગટે છે. દયાદિ ગુણો ન હોય ત્યાં મુમુક્ષુપણું ન હોઈ શકે.
શુષ્કજ્ઞાનીની કથની અને કરણીની વાત કર્યા પછી શ્રીમદે સાચી મુમુક્ષુદશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org