Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પરિણમન પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ રહ્યા કરે, અનુકૂળતા-પ્રતિકૂળતાના વિકલ્પો આવ્યા કરે, સમસ્યા-સમાધાનના ખ્યાલો પજવ્યા કરે તો તેની સફળતાની કોઈ સંભાવના નથી; પરંતુ જો તે વસ્તુના પરિણમનનો શાંત સ્વીકાર કરે, તેના પ્રત્યે ફરિયાદ કે ફેરફારની વૃત્તિ ન સેવે, માત્ર જ્ઞાનના ઝેય તરીકે તેને માને તો તે અવશ્ય સફળ થાય છે. જે જીવન સમતામય છે, તે જ યથાર્થ જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો એકસરખો સમાનપણે શાંત સ્વીકાર થવો જોઈએ. શ્રીમદ્ લખે છે –
‘પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે."
વર્તમાન પરિસ્થિતિનો સ્વસ્થતાપૂર્વક સ્વીકાર કરવો એ જ મુમુક્ષુનું લક્ષ હોય છે. પરિસ્થિતિને બદલવાની મથામણ કર્યા વિના દરેક પરિસ્થિતિને સમત્વભાવે વેદી લેવાનું તેનું લક્ષ હોય છે. તે સુખની પાછળ દોડતો નથી અને દુ:ખથી દૂર ભાગતો નથી. તેને અનુકૂળતામાં રાગની અને પ્રતિકૂળતામાં વૈષની મંદતા થયેલી હોય છે. જગતની વિવિધ પરિસ્થિતિઓ અને પરિવર્તનોમાં તે તીવ્ર રાગ-દ્વેષના વમળમાં અટવાતો નથી. ધર્મધ્યાનને પ્રવાહિત કરી દે એવી મધ્યસ્થ પરિણતિ તેને પ્રગટી હોય છે
મુમુક્ષુનો પુરુષાર્થ દરેક પરિસ્થિતિમાં શુદ્ધાત્માના સ્મરણપૂર્વક વીતરાગસ્વભાવે રહેવાનો હોય છે. તે જાણે છે કે મારો સ્વભાવ તો જ્ઞાન છે, જાણવું માત્ર છે. પરમાં કંઈ કરવું કે પરને જાણતી વખતે રાગ-દ્વેષ કરવા એ મારો સ્વભાવ નથી. અનુકૂળ સંયોગોમાં પ્રસન્ન અને પ્રતિકૂળ સંયોગોમાં અપ્રસન્ન થવું તે મારો સ્વભાવ નથી. દરેક પરિસ્થિતિમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, પ્રત્યેક શેયને પ્રતિક્રિયારહિતપણે જાણવું એ જ મારો સ્વભાવ છે.” આ બોધ તેના ચિત્તમાં સ્થિર થયો હોવાથી તે માત્ર જ્ઞાયક જ રહે છે. પોતાનો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે એવી સમજણના આધારે તે જે પણ પરિસ્થિતિ આવે તેમાં માત્ર જ્ઞાયકભાવે રહે છે. તે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા અનુકૂળ સંયોગોમાં અને પાપોદયથી પ્રાપ્ત થયેલા પ્રતિકૂળ સંયોગોમાં કોઈ પ્રતિક્રિયા કરતો નથી. જે કંઈ બને છે એમાં તેને ફેરફાર કરવાના વિકલ્પ થતા નથી, હસ્તક્ષેપ કરવાની વૃત્તિ થતી નથી. પરનાં પરિણમનમાં પરિવર્તન કરવા અંગેની કોઈ વૃત્તિ તેને જાગતી નથી. તે પરનાં પરિવર્તનોથી અપ્રભાવિત રહે છે. બાહ્ય સંયોગોની પ્રાપ્તિ-અપ્રાપ્તિથી તેને હર્ષ-શોકનાં પરિણામ થતાં નથી.
મોક્ષમાર્ગે પ્રગતિ કરતા મુમુક્ષુનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ, સ્થિર, પ્રતિક્રિયારહિત થતું જાય છે. શાંત સ્વીકારના ભાવ સાથે તે જીવનની દરેક પળ પસાર કરવાની સતત જાગૃતિ રાખે છે. બદલાતી પરિસ્થિતિ સાથે ચિત્તમાં મોહ-ક્ષોભ ઉત્પન્ન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨૦ (પત્રાંક-૩૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org