Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
૨૭૧ ગંભીરતા સમજે છે. તે નિરંતર જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અંતરતપાસ કરે છે કે “મારો અભિપ્રાય કેટલો સવળો થયો? મારો વિભાવરસ કેટલો મોળો પડ્યો?' આવું જાગૃતિવાળું જ્ઞાન વિભાવરસને આગળ વધવા દેતું નથી. જેમ જેમ વિભાવરસ મંદ થતો જાય છે, તેમ તેમ અદ્દભુત શાંતિનો અનુભવ થતો જાય છે અને શાંત ભાવનું સાતત્ય જળવાય છે. આમ, મુમુક્ષુ જીવના અંતરમાં શાંતતાનો નિર્મળ ભાવ સદા જાગૃત રહે છે. (૩) “સમતા'
સમતા એટલે રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પરિણતિ. સુખ-દુ:ખ, સંયોગ-વિયોગ, માનઅપમાન વગેરે કંકોથી ક્ષુબ્ધ થયા વિના મધ્યસ્થ ભાવે રહેવું તે સમતા છે.
અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં શુભાશુભ વૃત્તિઓનો ખળભળાટ ન થવો તે સમતા છે. જે જેવું છે તેનો પ્રતિક્રિયારહિત સ્વીકાર તે સમતા છે. જે કંઈ બની રહ્યું છે તે માટે શાંત સ્વીકારનાં પરિણામ રહેવાં તે સમતા છે. જો જીવ જગતનો માત્ર જ્ઞાયક જ રહે તો તેને કોઈ પણ પ્રકારે કર્મબંધ થતો નથી. સમત્વભાવપૂર્વક વર્તવાથી તે મુક્ત થતો જાય છે. સમતા એ જ મુક્તિનો ઉપાય છે. “અધ્યાત્મસાર'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે મુક્તિનો એકમાત્ર ઉપાય સમતા છે, બાકીનો સમગ્ર ક્રિયાકલાપ સમતાની સિદ્ધિ અર્થે જ છે.'
‘જગતમાં સઘળું મારી ઇચ્છા અનુસાર થાય' એવો આગ્રહ એ અધર્મ છે. અજ્ઞાની જવ મનમાં નિતનવી ઊઠતી ઇચ્છાઓ પ્રમાણે જગતને ચલાવવા - અનુકૂળ કરવા માંગે છે. પોતાની મરજી પ્રમાણે પરિસ્થિતિ રહે એમ તે ચાહે છે, પરંતુ તેમ બનવું ક્યારે પણ શક્ય નથી અને તેથી તે સંઘર્ષ કરે છે. તેની ધારણાને ધક્કો પહોંચતાં તેના અહંને ઠેસ લાગે છે અને તે ક્લેશિત થાય છે. તેને બદલે જીવ જો પ્રત્યેક પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે તો તેના જીવનમાં સંઘર્ષ કે ક્લેશ રહેતા નથી.
| ગમે તેવી પરિસ્થિતિ હોય, જીવ આગળ બે રસ્તા ખૂલે છે - એક છે સંતાપનો અને બીજો છે સમતાનો. કયા રસ્તે જવું તે માટે તે સ્વતંત્ર છે. તેની આ ‘સ્વતંત્રતા'નો ઉપયોગ કરી તે કાં તો પ્રાપ્ત પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરે છે, કાં તેનો શાંત સ્વીકાર કરે છે. જો તે સંઘર્ષ કરે તો તેનું જીવન દુઃખ, પીડા, આકુળતામય હોય છે અને જો તે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ પરિસ્થિતિનો શાંતપણે સ્વીકાર કરવા માટે કરે તો તેનું જીવન સુખ, આનંદ, અનાકુળતામય હોય છે. જો જીવને પરદ્રવ્યનાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૩, શ્લોક ૫૪
'उपायः समतैवैका मुक्तेरन्यः क्रियाभरः । तत्तत्पुरुषभेदेन तस्या एव प्रसिद्धये ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org