Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
૨૬૯ અસરથી બચવા માટે શું કરવું જોઈએ? સદ્ગુરુ આ પ્રકારના વિપાકમાં કેવી રીતે વર્તે?' તે સદ્દગુરુના બોધને તથા તે દ્વારા પ્રાપ્ત થયેલ સમજને જાગૃત કરી, તદનુસાર વર્તી કર્મના વિપાકને નિષ્ફળ બનાવે છે. તે સગુરુનાં વચનોથી, સદ્ગુરુએ જે સાધન આપ્યું હોય તેના વડે ચિત્તને શાંત કરે છે. સદ્ગુરુનાં વચનોમાં, સગુરુની આજ્ઞામાં ચિત્તને જોડવાથી તેનું ચિત્ત સ્થિર થાય છે, વિક્ષેપ મટે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે.
મુમુક્ષુને સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાની હોંશ હોય છે. જેમ જેમ તે આજ્ઞાનું આરાધન કરે છે, તેમ તેમ તેના કષાયો મંદ પડે છે અને તેના ફળસ્વરૂપે તેને શાંતિનો અનુભવ થાય છે. કષાયની ઉપશાંતતાથી ચિત્ત શાંત થાય છે. સંસારનાં કોઈ પણ પ્રસંગે, કોઈ પણ સ્થળે, કોઈ પણ પૌદ્ગલિક સુખમાં ન મળી હોય તેવી શાંતિ કષાયની ઉપશાંતતાથી પ્રાપ્ત થાય છે. શાંતપણું ભજવાથી ચિત્તની નિર્મળતા વધે છે અને આર્ત-રૌદ્રધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પની મંદતા થવાથી સ્વરૂપાનુસંધાન સરળતાથી થાય છે.
જ્યાં સંકલ્પ-વિકલ્પનો કોલાહલ હોય - ઘોંઘાટ હોય, ત્યાં પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકાતું નથી. જ્યારે જીવની અવસ્થા અત્યંત શાંત, મૌન, સચેત હોય ત્યારે જ પોતાના સ્વરૂપનો બોધ તેનામાં જાગે છે. પોતાનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે જો ચેતના સ્થળ વિષયોથી ઘેરાયેલી હોય તો તે સ્વરૂપ અંગે જીવ બોધપૂર્ણ થઈ શકતો નથી. પોતાનું સ્વરૂપ બહુ જ શાંત છે અને જીવ જો કોલાહલથી ભરાયેલો હોય તો તે અંતરના મંદ ધ્વનિને સાંભળી કે પકડી શકતો નથી. જે જીવ વિષય-કષાયના વિકલ્પોના ઘોંઘાટમાં રહેતો હોય તે જીવ એ મંદ ધ્વનિને સાંભળી શકતો નથી, તે એ ધ્વનિ સાંભળવાનું ચૂકી જાય છે. જે જીવ શાંત, મૌન, સચેત, સજાગ, સાવધાન હોય છે તે જ પોતાના સ્વરૂપનો સંદેશો સાંભળી શકે છે. વિકલ્પોના કોલાહલથી મુક્ત થવાથી જ એ નાદને સાંભળી શકાય છે. પોતાના સ્વરૂપની પ્રતીતિ થવા માટે તેણે પ્રથમ બધી જગ્યાએથી અનુપસ્થિત થવું પડે છે. સ્વયંનો અનુભવ કરવો હોય તો ઉપયોગને બીજે બધેથી અનુપસ્થિત કરવો પડે છે. સ્વનું દર્શન કરવા સ્વયંની બહારની બધી ચીજો સાથે સંબંધ તોડવો ઘટે છે. સ્વયંના સાક્ષાત્કાર માટે સંકલ્પ-વિકલ્પની પકડમાંથી મુક્ત થઈ શાંત થવું પડે છે. જ્યારે જીવની સંકલ્પ-વિકલ્પની લહેરો શમી જાય છે ત્યારે જ તે નિજઘરે પહોંચી શકે છે.
જીવે અનાદિ કાળથી શાંતિના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું જ નથી. શાંતિ એ તો આત્માનો મૂળભૂત ગુણ છે. શાંતિ એ જીવનું નિજસ્વરૂપ જ છે, છતાં તે શાતાયોગને - શુભ યોગને શાંતિ માની મૂળમાર્ગથી દૂર રહે છે. જીવ શાંતસ્વરૂપી આત્માને જાણતો નથી, તેથી શાતા વેદનીયમાં, પુણ્યોદયમાં, બહારની અનુકૂળતામાં શાંતિ માને છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org