Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
૨૬૭
દયાની ભાવના તેને સ્વાર્થની પકડમાંથી મુક્ત કરી, પ્રેમની અખંડ અનુભૂતિસ્વરૂપ પૂર્ણ અહિંસાના રાજમાર્ગે લઈ જઈ, આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓનો સ્પર્શ કરાવે છે.
દયાના ઉત્તમ ભાવની પ્રાપ્તિ તથા અભિવૃદ્ધિમાં જીવનું પારમાર્થિક હિત સમાયેલું છે. દયા એ આત્મકલ્યાણ માટેનું આવશ્યક અંગ છે. જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે અને જ્યારે તેનો ભાવમળ ક્ષીણ થાય છે, અર્થાત્ તે જ્યારે ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય બને છે ત્યારની તેની સ્થિતિનું વર્ણન કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે તેવા જીવને દુ:ખીમાત્ર પ્રત્યે અત્યંત દયા હોય છે, ગુણવાન પ્રત્યે અદ્વેષ હોય છે અને તે સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન કરે છે. તેમનાં આ વચન ઉપરથી ધર્મપ્રાપ્તિ માટે જરૂરી સદ્દગુણોની મૂડીનો ખ્યાલ આવે છે. એમાં એ હકીકત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવે છે કે દુઃખી જીવની દયા આવ્યા વિના ધર્મપ્રાપ્તિ માટેની યોગ્યતા પણ આવતી નથી, અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા માટે આ ગુણસંપત્તિ હોવી જરૂરી છે. પરમપદની પ્રાપ્તિના માર્ગ ઉપર ડગ ભરવા માટે દયાનો સબળ આધાર આવશ્યક છે. ધર્મનું મૂળ દયા છે અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ પણ નથી એ વાત સમજાવતાં શ્રીમદ્ લખે છે કે –
ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ;
દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.” આ પદમાં શ્રીમદ્ સમજાવે છે કે દયાધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. જ્યાં દયા હોય છે ત્યાં તેની પાછળ અન્ય ગુણો પણ આવે જ છે; પરંતુ જેમ સૂર્ય વિના એક પણ કિરણ હોય નહીં અને તેથી અંધકાર છવાયેલો હોય છે, તેમ દયા વિના સત્ય, શીલ આદિ કોઈ પણ ગુણ જીવમાં હોઈ શકતા નથી - ટકી શકતા નથી. સત્ય-શીલ સર્વ દયાથી શોભે છે. સઘળાં શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત પ્રતિપાદિત થયો છે કે ધર્મનું મૂળ દયા ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૩૨
‘દુ:હિતેષ સયાત્યન્ત મહેષો ગુણવત્ન ર |
ગોવિત્યાન્સેવન શૈવ સર્વત્રવાવિશેષતઃ !” ૨- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૨, કડી ૧-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org