Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા ૧૩૬માં શ્રીમદે કહ્યું કે જે જીવો ઉપાદાનની વાત આગળ કરીને ભૂમિકા શુભ નિમિત્તોને તજે છે, તે જીવો સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ
રખડ્યા કરે છે.
ગાથા
ગાથા
આમ, એકાંતે ઉપાદાનકારણને ગ્રહણ કરનાર એકાંત નિશ્ચયવાદી અથવા શુષ્કજ્ઞાનીની કેવી દશા થાય છે તે જણાવી, હવે શુષ્કજ્ઞાનીનું અપરાધીપણું સચોટપણે દર્શાવતાં શ્રીમદ્ કહે છે
૧૩૭
‘મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.' (૧૩૭)
અર્થ
મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૭)
Jain Education International
ભાવાર્થ
પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયો નથી અને સ્થિર થવામાં સહાયક એવાં શુભ નિમિત્તો પ્રત્યે જેને આદરભાવ નથી એવો શુષ્કાની જ્ઞાનની વાતો તો પુષ્કળ કરે છે, પણ તેનું અંતર વીતરાગી ભાવોથી અણસ્પશ્યું હોય છે. શાસ્ત્રાભ્યાસના કારણે તે બોલતાં તો શીખી જાય છે, પણ તેનો અંતરંગ અભિપ્રાય હજી બદલાયો હોતો નથી અને તેથી સંસારમાં જ સુખબુદ્ધિ આધારબુદ્ધિ રહ્યા કરે છે. આત્મામાં ચર્યા કર્યા વિના તે આત્માની ચર્ચા કરે છે, પણ અંતરસ્પર્શ વિનાની જ્ઞાનની આવી વાતો કરવાથી કોઈ પણ પ્રકારે આત્માનું કલ્યાણ થતું નથી.
શુષ્કજ્ઞાની જ્ઞાનીનાં કહેલ પરમાર્થસ્વરૂપ વાક્યો મુખથી બોલે છે, પણ તેનામાં હજી મોહની પ્રબળતા જેવી ને તેવી જ રહી હોવાથી તે પામર જીવ આત્મકલ્યાણ કરવાને બદલે જ્ઞાનીનો દ્રોહ કરે છે. અંતરમાં પડેલી માન-પૂજાદિની કામનાના કારણે પોતાને જ્ઞાનીમાં ખપાવવાની ઇચ્છાને તે રોકી શકતો નથી અને અનેક પ્રકારની અધમ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રહે છે. તે સાચા જ્ઞાનીને ઓળખી શકતો નથી. કદાપિ કોઈ જ્ઞાનીનો સમાગમ થાય તો તેમના પ્રત્યે વિનય-ભક્તિ કરી શકતો નથી, તેમના પ્રત્યે ઈર્ષ્યાબુદ્ધિ રહે છે, તેમની સાથે પોતાની સરખામણીનાં પરિણામ રહે છે, તેમનાં વચન અને વર્તનમાં દોષ શોધવાની બુદ્ધિ રહે છે. આમ, અનેક પ્રકારે દોષની પરંપરા
For Private & Personal Use Only
www.jainelibrary.org