Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૭
૨૫૩
શાંતિ છે ત્યાં તે મીટ માંડતો નથી. તેને માનનો ખપ છે, માનની પુષ્ટિની વાસના છે. જો બે મીઠાં વચન બોલી એને માન આપવામાં આવે તો ફૂલીને ફાળકો થઈ જાય છે. અપમાનને તો તે સહન જ નથી કરી શકતો. કોઈ તેને જરાક ઠેસ પહોંચાડે તો તે આકુળ-વ્યાકુળ થઈ જાય છે. કોઈ તેની પ્રશંસા કરે તો તે ખીલી ઊઠે છે, ગગદ થઈ જાય છે અને કોઈ તેનું અપમાન કરે તો તે ક્રોધિત થઈ જાય છે. જેમ કોઈનું શારીરિક સ્વાથ્ય નબળું હોય તો તે ઠંડી અને ગરમ - બન્ને પ્રકારની હવાથી પરેશાન થાય છે, ઠંડી હવાથી તેને શરદી થઈ જાય છે અને ગરમ હવામાં તેને લૂ લાગી જાય છે; તેમ જેનું આત્મિક સ્વાથ્ય નબળું હોય છે તેને પ્રશંસાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે અને નિંદાની ગરમ હવા લાગવાથી ક્રોધની લૂ લાગી જાય છે. જેમ વીજળીની ચાંપ દબાવવામાં આવે એટલે પંખો ચાલુ થઈ જાય છે, તેમ કોઈ પ્રશંસા કરે એટલે તેને માન ઊપજે છે અને નિંદા કરે તો ક્રોધ આવે છે. તે પોતાનો માલિક નથી. તે માનાદિનો ગુલામ છે.
શુષ્કજ્ઞાની આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી માનાર્થે પ્રવૃત્તિ કરતો હોય છે. તે સર્વ પ્રવૃત્તિ માન માટે જ કરે છે. તે જે પણ કરે છે એ બીજાને દેખાડવા માટે - સારું લગાડવા માટે કરે છે. તે માન મેળવવા માટે હવાતિયાં મારે છે. માનની આગળ તેને ભલભલી ચીજો ગૌણ લાગે છે. તે માનની પાછળ આંધળી દોટ મૂકી જીવનનો હાસ કરતો જાય છે. આ વ્યર્થ પ્રયત્નોમાં તે જીવન વ્યતીત કરી નાખે છે. અહંકારની આડમાં વિવેક મૂરઝાઈ જાય છે અને અશાંતિનો અભિશાપ ટળતો નથી.
- શુષ્કજ્ઞાનીને પોતાના શાસ્ત્રાભ્યાસનો અહંકાર હોય છે. તેને ધારણાજ્ઞાનનું અભિમાન હોય છે. તેને હું સમજું છું' એવો પોતાને વિષે અભિપ્રાય હોય છે. આ જ્ઞાનના અહંકારની શિલાઓ તેના મનને દબાવે છે. જો તે શિલાઓ હટે તો તેનું મન હળવું થાય. હળવું થયેલું મન ઊર્ધ્વગામી બને છે. શુષ્કજ્ઞાની અહંકારના કારણે ઊર્ધ્વગામી બની શકતો નથી. શાસ્ત્રજ્ઞાનરૂપ વિદ્વત્તાનું અભિમાન કરતો હોવાથી તેને શાસ્ત્રજ્ઞાન લાભદાયી નથી નીવડતું, ઊલટું નુકસાનકારક થાય છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્નનું પાચન થતું નથી, પણ ઊલટું અજીર્ણ થાય છે; તેમ અનધિકારી જીવને આગમરૂપ અન્ન પચતું નથી. હું સરસ વ્યાખ્યાનો કરી લોકોને મંત્રમુગ્ધ કરી શકું છું' એવા પ્રકારના વિકલ્પોમાં પ્રસ્ત રહેતો હોવાથી તેને શાસ્ત્રનો અપચો થાય છે. ખંડનમંડન વગેરે પ્રવૃત્તિમાં પડી તે શાસ્ત્રનો શસ્ત્ર તરીકે દુરુપયોગ કરે છે. ગ્રંથ તેને ગ્રંથિરૂપે પરિણમે છે
શાસ્ત્રજ્ઞાનરૂપ વિદ્વત્તા તેમજ પુણ્યયોગના કારણે સમાજમાં મળતા આદર-સત્કારમાં શુષ્કજ્ઞાની ફસાઈ જાય છે અને તેને વધુ ને વધુ માન મેળવવાની ઇચ્છા રહ્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org