Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અસત્યથી સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. પોતે પહેરેલાં મહોરાંઓ ઉતાર્યા વગર નથી થઈ શકતી સ્વયંની શુદ્ધિ કે નથી થઈ શકતો સ્વયંનો આવિષ્કાર. સત્યની શોધ માટે પ્રથમ પોતાના વાસ્તવિક ચહેરાને ઓળખવો ઘટે છે. સત્યના રસ્તે જવું હોય તો પોતાના દોષો વિષે જાગૃતિ લાવવી ઘટે છે. પોતાના દોષોને ઓળખવા જોઈએ, તેની નિંદા કરવી જોઈએ. આવી ચિત્તદશા પ્રગટે તો જ આત્મલક્ષ બંધાય છે. તેથી પ્રથમ પર તરફથી ઉપયોગ હટાવી તેને નિજપર્યાય ઉપર કેન્દ્રિત કરવો જોઈએ. પર્યાયમાં રહેલી અશુદ્ધિઓને પકડવી જોઈએ. જ્યાં સુધી જીવ દોષોથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જ દોષો વિકાસ પામે છે. જ્યારે જીવ તેને જોવા-ઓળખવા-સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે તે વિલીન થવા લાગે છે.
'
-
સ્વયંમાં વિરાજતા રાવણને જાણવો પડશે, સ્વીકારવો પડશે. દોષોને ઓળખવા પડશે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ શુષ્કજ્ઞાની જીવ પોતાના દોષો સામે આંખ બંધ કરી લે છે. તે પોતાની જાતને પણ ખબર પડવા દેતો નથી કે તેનામાં દોષ છે. બનાવટી મહોરાં ઓઢી લેવાના કારણે પોતે સ્વયં કેવો છે તેનો બોધ પણ તેને થતો નથી. ચિત્તશુદ્ધિ કરવાને બદલે તે મહોરાં પહેરી આત્મવંચનામાં સરી પડે છે. આ પંચના જેમ જેમ દૃઢ થતી જાય છે, તેમ તેમ આત્મા તેના ભાર નીચે વધુ વધુ દબાતો જ જાય છે. આત્માને દબાવવા અને ડુબાડવા માટે આત્મવંચના જેવી અન્ય કોઈ પ્રબળ વિધિ નથી.
પોતાના અહંને સંતોષવા માટે પોતે કેટલું નુકસાન ભોગવે છે તે મોહમૂઢ શુષ્કજ્ઞાની જીવ સમજતો નથી. પોતાના અહંને પોષવા જે ગુણ પોતાના વિષે નથી, તે ગુણ પોતાને વિષે છે એમ તે બતાવે છે. તે પોતાની દરિદ્રતા છુપાવે છે અને જે નથી તે હોવાનો ડોળ કરે છે. જેમ કોઈ ભિખારી બાદશાહનાં વસ્ત્રો ચોરીને પહેરી લે, તેવું તે કરે છે; અને એવો ડોળ કરવા જતાં તેનું ભિખારીપણું વિશેષ જણાઈ આવે છે. તેની ચેષ્ટા દયાજનક સ્થિતિને જન્મ આપે છે.
શુષ્કજ્ઞાનીને જગતમાં માન જોઈતું હોય છે. તેને દુન્યવી કીર્તિ-પ્રતિષ્ઠાનું ખૂબ મહત્ત્વ હોય છે. તે લોકોના માપદંડ અનુસાર પોતાની જાતને માપે છે. તે દુનિયાના દર્પણમાં, લોકનજરમાં પોતાનું જે પ્રતિબિંબ પડે છે, તે અનુસાર તે પોતાને મૂલવે છે અને તદનુસાર વર્તન કરે છે. એ પ્રતિબિંબ સારું હોય તો તેને જાળવી રાખવાનોવધારવાનો અને સારું ન હોય તો તેને બદલવાનો સંઘર્ષ કરતો રહે છે. તેમાં નિષ્ફળતા મળે તો દુ:ખી થાય છે. કોઈ પોતાની નોંધ ન લે તો ગમે તે ઉપાયે પોતાનું મહત્ત્વ દર્શાવવા તે તૈયાર થઈ જાય છે.
શુષ્કજ્ઞાની માનાદિની પૂર્તિ કરીને સુખી થવા ઇચ્છે છે, પરંતુ જ્યાં સાચાં સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org