Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૭
૨૫૯
અરે! પોતાના આત્મસ્વરૂપની પણ અંત:પ્રતીતિ નહીં છતાં મોક્ષ સુધીની નિષ્ફળ વાતો કરનારાનો જગતમાં કાંઈ તોટો નથી. પણ લૌકિક માન લેવા ખાતર કે અન્ય હેતુએ તથારૂપ અંત:પ્રતીતિ વિના - ભાવસ્પર્શ વિના તેવી ખાલી મુખથી વાતો કરવી તે તો માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે.' એ જ આ સૂત્રમાં ભગવાન શાસ્ત્રકારે પ્રકાશ્ય છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે –
મુખથી જ્ઞાન કથે અને, મનમાં વિષય કષાય; રચ્યો પચ્યો દુષ્કર્મમાં, તે અજ્ઞાન ગણાય. બાહ્યજ્ઞાન આડંબરી, અંતર છૂટ્યો ન મોહ; કપટરૂપ સાક્ષાત એ, લેશ ન લાજે તોય. ઘણું વાંચી સંભળાવીને, શિષ્ય ઘણા કરનાર; તે પામર પ્રાણી કરે, શાસન વેર અપાર, વાર્તા જ્ઞાનની બોલીને, વૃદ્ધિ કરે મતિ મોહ; મૂર્ખ શિરોમણિ તે કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” ૨
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૪૮ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૪૫-૫૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org