Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગોથા-૧૩૭
૨૫૭ જગતનો મોટો ભાગ માત્ર બાહ્ય દૃષ્ટિથી જોનારો હોય છે. તેઓ ભૂલવિદ્વત્તા, વાકપટુતા, બાહ્યાડંબર, પુણ્યપ્રકર્ષ વગેરે જોઈને આકર્ષાઈ જાય છે. આવી બાહ્ય સમૃદ્ધિના માલિક એવા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા આત્માને માનનારો, પૂજનારો, સેવનારો ઘણો વર્ગ મળી જાય છે. ખ્યાતિ, યશ, પ્રતિષ્ઠા તેને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. આ બધું જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે, તેમ તેમ પરિણતજ્ઞાનના અભાવથી તેનો અહંકાર દિન-પ્રતિદિન વધતો જાય છે. તે બાહ્ય પ્રવૃત્તિઓમાં એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે જેના પરિણામે તેનો શાસ્ત્રપરિચય પણ ઘટતો જાય છે. શાસ્ત્રપરિચય ઘટવાના કારણે તેની પ્રરૂપણા પણ અસાર બનતી જાય છે. ભદ્રિક વર્ગ તેની ખ્યાતિથી અંજાઈ જઈ, તેના દ્વારા કરાયેલી મિથ્યા પ્રરૂપણાને પણ સમ્યક્ પ્રરૂપણા માને છે. તેની વિદ્વત્તાની ખ્યાતિના કારણે તેની પાસે આવેલા અનેક જીવો તેની મિથ્યા પ્રરૂપણાના કારણે યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. આમ, આરાધકોને મહાહાનિ કરવા દ્વારા તે જિનશાસનનો મહાશત્રુ બને છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં ‘ઉપમિતિ ભવ પ્રપંચા કથા' નામક મહાકથાગ્રંથના રચયિતા શ્રી સિદ્ધર્ષિગણિ, ‘ઉપદેશમાળા' ગ્રંથની “હેયોપાદેયા' નામની વૃત્તિમાં જણાવે છે કે જેમ જેમ ઘણું ભણ્યો હોય, ઘણા શ્રાવકોને માન્ય હોય, ઘણા શિષ્યોથી યુક્ત હોય; તેમ તેમ મોહના ઉદયથી ઋયાદિમાં ગૃદ્ધિ કરતો એવો તે શાસનનો શત્રુ થાય છે, કારણ કે તે શાસ્ત્રોક્ત કથનથી વિપરીત આચરણ કરવાવાળો છે. આવા જીવને શાસ્ત્રનો પરમાર્થ શું છે એનું જ્ઞાન હોતું નથી. જેને શાસ્ત્રના પરમાર્થનું જ્ઞાન હોય તે કદી પણ ઋદ્ધિગારવ, રસગારવ, કે શાતાગારવમાં આસક્ત બનતો નથી."
જ્ઞાન માત્ર વાણીમાં નહીં, સમગ્ર જીવનમાં પરિણત થવું જોઈએ. ક્ષમા, પ્રેમ, કરુણા, અહિંસા, અદ્વેષ, આર્જવ, નમ્રતા, નિર્દભતા, નિરીહતા વગેરે સગુણો સાચા જ્ઞાનની સાથે પડછાયાની જેમ આવે જ છે. આનાથી ઊલટું જીવન વહેણ તો હૃદયમાં પ્રવર્તતા અજ્ઞાનના સામ્રાજ્યનું પ્રતીક છે. જો જ્ઞાન વડે જગતના પ્રાણીસમૂહ પ્રત્યે આત્મતુલ્ય વર્તાય અને જડ જગત પ્રત્યે વિરક્તભાવનું ધારણ-પોષણ થાય, પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન વધે, દેહાત્મબુદ્ધિ મોળી પડે તો તે શાસ્ત્રજ્ઞાન સફળ છે. ૧- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિકૃત, ઉપદેશમાળા' ગ્રંથની હેયોપાદેયા વૃત્તિ, શ્લોક ૩૨૩
___ 'यथा यथा बहुश्रुतः श्रमणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसंपरिवृतश्च बहुमूढपरिवारश्च, मूढानां तथाविधपरिग्रहणात् , अविनिश्चितश्चाज्ञाततत्वश्च समये सिद्धांते, ज्ञाततत्वस्य ऋद्धिरससातगौरवेषु प्रतिबंधाभावात् ।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૪
જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ રે.”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org