Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેથી તે સત્યને જોઈ શકતો નથી, જોવા માંગતો નથી. પોતાની વાત સિદ્ધ કરવા તે વિવિધ દલીલો કરે છે. એકાંત નિશ્ચયવાદીઓ પોતાના મતના સમર્થનમાં જે દલીલો રજૂ કરે છે તેમાંની કેટલીક દલીલો તેના સમાધાન સાથે નીચે પ્રમાણે છે – દલીલ - ૧
- જે કાર્યસિદ્ધિ થાય છે તે પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે. તેમાં નિમિત્તની કોઈ આવશ્યકતા નથી. જેમ કે – (i) લંગડો ચાલે છે તે પોતાની યોગ્યતાથી ચાલે છે. જો લાકડીના કારણે ચલાતું હોય તો મડદાં પણ લાકડીથી ચાલવાં જોઈએ, પરંતુ મડદાંમાં ચાલવાની યોગ્યતા નથી, તેથી તે ચાલતાં નથી. (ii) બાળક લખતાં શીખે છે તે લખવાની પોતાની શક્તિથી શીખે છે. જો શિક્ષકના કારણે જ લખતાં શીખી શકાતું હોય તો શિક્ષકના શીખવવાથી પાડાને પણ એકડો આવડવો જોઈએ.
સમાધાન - ૧
કાર્યસિદ્ધિ માટે ઉપાદાનની આવશ્યકતા તો છે જ, પણ સાથે યોગ્ય નિમિત્તની પણ આવશ્યકતા છે. જેમ કે – (i) લંગડામાં ચાલવાની યોગ્યતા છે, તેથી લાકડીનો સહારો મળવાથી તે ચાલી શકે છે. લંગડો લાકડી વગર ચાલી ન શકે, માટે લાકડીરૂપ નિમિત્તની પણ આવશ્યકતા છે. (ii) બાળક પોતાની શક્તિથી લખતાં શીખે છે, પણ શિક્ષક ન હોય તો લખતાં કેવી રીતે શીખે? શિક્ષક હોય તો લખતાં આવડે, માટે શિક્ષકરૂપ નિમિત્તની પણ આવશ્યકતા છે.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૨
જો સૂર્ય, ચંદ્ર, મણિ, દીપકથી દેખાતું હોય તો અંધ પાસે તે બધું મૂકતાં અંધ દેખતો થવો જોઈએ; પણ સૂર્ય વગેરે બધું હોવા છતાં આંધળાને દેખાતું નથી. તેનામાં જોવાની શક્તિ નથી, તેથી તે જોઈ શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરે આત્માના ગુણો કોઈ સંયોગથી પ્રગટતા નથી, પણ આત્મસ્વભાવના આશ્રયે જ ૧- દલીલમાં એકાંત નિશ્ચયવાદીની, અર્થાત્ જેઓ માત્ર ઉપાદાનની જ કારણતા સ્વીકારે છે, તેમની માન્યતા દર્શાવી છે. સમાધાનમાં જિનમત દર્શાવ્યો છે, જે ઉપાદાન-નિમિત્તની સંધિને સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org