Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૩૯ એ સાચું છે કે જ્ઞાનોપલબ્ધિ માટે સ્વરૂપલક્ષ કરવાની અને નિમિત્તનું લક્ષ છોડવાની જરૂર છે, પરંતુ આ કથન કઈ ભૂમિકાને અનુલક્ષીને છે એ પણ સ્પષ્ટપણે સમજવું જરૂરી છે. સાધનાના દરેક સ્તર ઉપર નિમિત્તની મહત્તા અને મર્યાદાના માપદંડ બદલાતા રહે છે. સાધનાપથ ઉપર અવશ્ય એક એવી જગ્યા આવે છે કે જ્યાં નિમિત્તનું લક્ષ પણ અવરોધક બની જાય છે. એક એવી ક્ષણ આવે છે કે જ્યારે નિમિત્તનું લક્ષ પણ છોડી દેવું પડે છે. પરંતુ તે સ્થાન અને તે ક્ષણ આવે ત્યાં સુધી નિમિત્તનું અવલંબન હોવું એટલું જ જરૂરી છે. જે નિમિત્તનું અવલંબન લીધા વિના નિમિત્તનું લક્ષ છોડવાની વાત કરે છે તે પુરુષાર્થી નથી, પ્રમાદી છે. છોડવા માટે પહેલાં પોતાની પાસે તે હોવું પણ જો ઈએને! જે પોતાની પાસે નથી તેને કેવી રીતે છોડી શકાય? ધનવાન વ્યક્તિ જ ધન છોડી શકે છે, ગરીબ નહીં. નિમિત્તનું સેવન જ ન કરતો હોય તે કેવી રીતે કહી શકે કે નિમિત્તનું લક્ષ છોડવાનું છે! જે જીવ નિમિત્તનું સેવન કરે તે જ તેના વિકલ્પોનો ત્યાગ કરી શકે.
નિમિત્તનું લક્ષ છોડવાનો વિચાર સાચો છે, પણ જો તેને બરાબર સમજવામાં ન આવે તો માઠાં પરિણામ આવે છે. જે જીવ જાણતો નથી કે નિમિત્તનું સ્વરૂપ શું છે, નિમિત્તની જરૂર કઈ ભૂમિકાએ કેટલી છે, તેને માટે નિમિત્તનું લક્ષ છોડવાની વાત હાનિકારક સિદ્ધ થઈ શકે છે; કારણ કે તે તો આ વાતને પકડીને નિમિત્તનો નિષેધ કરવા લાગે છે. આવો મૂઢ જીવ નિમિત્તનું અવલંબન છોડી દે છે અને પોતાનું અસંતું અહિત કરે છે.
નિમિત્તકારણ અને ઉપાદાનકારણના યોગે જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એ બે કારણોમાંથી કોઈ એક કારણનો પણ અપલાપ કરનાર જીવ વસ્તુતઃ જાણ્યે-અજાણ્ય વીતરાગમાર્ગની વિરાધના કરે છે. આત્માર્થી જીવને નિમિત્તનું માહાત્મ સમજાય છે, તેથી તે તેની શોધ કરી, તેને પરમ ઉપકારી માની તેનું સેવન કરે છે. યથાર્થ સમજણપૂર્વક શુભ નિમિત્તોનું સેવન કરવાથી જીવ સ્વરૂપમાં લીન થાય છે અને તેને આત્મપ્રાપ્તિ થાય છે. સરુઆજ્ઞા તથા જિનદશારૂપ ઉત્તમ નિમિત્તાનું સ્વરૂપલક્ષે સેવન કરવાથી અવશ્ય કલ્યાણ જ છે, એમાં કોઈ સંદેહ નથી. તેથી પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ એમ કહે છે કે સાચાં નિમિત્ત મેળવી, તે નિમિત્તનું અવલંબન રહી ઉપાદાન-સન્મુખ થવું; પરંતુ ઉપાદાનનું માત્ર નામ લઈને, સાચાં નિમિત્તોનો ત્યાગ કરી પુરુષાર્થરહિત ન થવું. સાચાં નિમિત્તોનો ત્યાગ કરવાથી આત્મભ્રાંતિરૂપ મહારોગ મટતો નથી અને જ્યાં સુધી રોગ વિદ્યમાન હોય ત્યાં સુધી સિદ્ધત્વની પ્રાપ્તિ આકાશકુસુમવત્ છે. ઉપાદાનને જાણ્યા વિના, સ્વચ્છંદી થઈ પ્રવર્તતા જીવને ધર્મ તો નથી જ પ્રગટતો, ઊલટું તે શુભ ભાવમાં પણ ન રહેતાં અશુભ ભાવમાં પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org