Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪૦
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે આ ગાથા એકાંત નિશ્ચયવાદી જીવોને ચેતવવા માટે લખી છે કે જેઓ ઉપાદાનની કારણતાનો જ સ્વીકાર કરે છે અને નિમિત્તની કારણતા નહીં સ્વીકારી, સદ્વ્યવહારનો ઉચ્છેદ કરી, નિશ્ચયનયને દુર્નયસ્વરૂપ બનાવી, જાણે-અજાણ્યે સ્વચ્છંદના ભોગ થઈ જાય છે. આ હીન, દુષમ, પંચમ કાળમાં કેટલા બધા જીવો મતિકલ્પના, શાસ્ત્રીય અભિનિવેશમાં સપડાઈ ગયેલા છે. તેમને સગુરુ આદિ શુભ નિમિત્તોની આવશ્યકતા નથી લાગતી, તેમની પ્રાપ્તિનો ઉત્સાહ નથી. આ વિષમ દુર્ભાગ્યમાંથી બચાવી લેવા માટે જ શ્રીમદે સદ્દગુરુ આદિ ઉપકારી નિમિત્તોનો મહિમા ગાયો છે.
ઉપાદાન અને નિમિત્તની તત્ત્વવિચારણા અત્યંત ગહન છે. શાસ્ત્રકારો દ્વારા કોઈ એક અપેક્ષાથી થયેલી મીમાંસાને વાંચીને કોઈ એક બાજુ ઢળી પડવાનો અને પુરુષાર્થહીન બની જવાનો સંભવ રહે છે. તેથી શ્રીમદે આ બે ગાથા(૧૩૫-૧૩૬)માં ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો સમન્વય સંક્ષેપમાં તેમજ સરળ ભાષામાં માર્મિક રીતે દર્શાવીને મોક્ષમાર્ગના પથિક આત્માઓને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ઉપાદાનનું નામ લઈ, બોલે ધરી અહંકાર; કોઈ કોઈનું કરતું નથી, પર તે પર નહીં સાર. સુદેવ સુગુરુ ધર્મ છે, એ જે તજે નિમિત્ત; આશ્રય વિણ તે બાપડા, ભવમાં ભમે ખચીત. જેથી વિષય કષાયનો, છોડી ન શકે રાગ; પામે નહિ સિદ્ધત્વને, છૂટે ન મિથ્યા ડાઘ. ભવ જંજાળ વધારતો, અંતર મોહ સહિત; શુદ્ધ નિમિત્ત ભજે નહીં, રહે ભ્રાંતિમાં સ્થિત....૧
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૪૧-૫૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org