Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૧
નિમિત્ત નિમિત્તમાં ઉપસ્થિત છે. ઉપાદાન પોતામાં પરિણમે છે. આ વસ્તુ સ્વાતંત્ર્યનો નિર્ણય છે. જ્યારે નિમિત્ત સાનિધ્ય હોય છે ત્યારે ઉપાદાનમાં તદનુકુળ સ્વપરિણતિ પ્રતિફલિત થાય છે. આ નિમિત્ત નૈમિત્તિક યોગનો નિર્ણય છે. વસ્તુસ્વાતંત્ર્ય અને નિમિત્ત નૈમિત્તિક યોગ બન્નેય એકસાથે હોય છે. બન્ને નિર્ણય અવિરુદ્ધ નિર્ણય છે.
ગાથા-૧૩૬
નિમિત્તનું સાનિધ્ય ન હોતાં નૈમિત્તિકનું પરિણમન થતું નથી આ તથ્ય છે તેમ ઉપાદાનની યોગ્યતા ન હોવાથી તેવું પરિણમન થતું નથી તે પણ તથ્ય છે. બન્ને અવિરુદ્ધ નિર્ણય છે.
અનુકૂળ ક્રિયા સમવેત નિમિત્તના સાનિધ્યમાં જ યોગ્ય ઉપાદાન વિકારરૂપ પરિણત બને છે એટલે કે વિકાર નિમિત્ત સાનિધ્યનું પ્રતિફલન છે. આ એક તથ્ય છે. વળી નિમિત્ત સાનિધ્યમાં જ ઉપાદાન પોતાની પરિણતિમાં વિકારરૂપ પરિણમે છે, નિમિત્તની પરિણતિથી આ વિકારરૂપ નથી પરિણમતું એટલે કે વિકાર ઉપાદાનનો જ આ પ્રકારનો પ્રભાવ છે. આ પણ તથ્ય છે. બન્ને અવિરુદ્ધ નિર્ણય છે.'૧
કોઈ પણ એક કારણથી કાર્યની સિદ્ધિ થવી કદાપિ સંભવતી નથી. કાર્યમાત્રમાં એકલું ઉપાદાનકારણ જેમ કાર્યસાધક નથી, તેમ એકલું નિમિત્તકારણ પણ કાર્યસાધક નથી. જૈનશાસનના વ્યવહાર-નિશ્ચયરૂપ ઉભય નય જુદા જુદા કારણની મુખ્યતા ઉપર ભાર મૂકે છે. નિશ્ચયનય ઉપાદાનકારણની મુખ્યતા બતાવે છે, જ્યારે વ્યવહારનય નિમિત્તકારણની મુખ્યતા બતાવે છે. જો એકમાત્ર ઉપાદાનને જ કારણ તરીકે ઓળખાવી, નિમિત્તની કારણતાને ઉડાડવામાં આવે તો નિશ્ચયનય નિશ્ચયાભાસ બને છે; અને જો માત્ર નિમિત્તને જ કારણ માની, ઉપાદાનને કારણ તરીકે ઉડાડવામાં આવે તો વ્યવહારનય વ્યવહારાભાસ બને છે. જેમ માણસને ચાલવું હોય તો બન્ને પગ જોઈએ, તેમ કોઈ પણ કાર્ય માટે ઉપાદાનકારણ તથા નિમિત્તકારણની સંધિ આવશ્યક છે. બીજાં કાર્યોની જેમ મુક્તિરૂપી કાર્યમાં પણ ઉપાદાન અને નિમિત્ત એ બન્ને કારણોની સંધિ અવશ્ય હોય છે.
વસ્તુસ્થિતિ અત્યંત સ્પષ્ટ હોવા છતાં એકાંત નિશ્ચયવાદી ઉપાદાનને જ કાર્યનું કારણ માને છે અને નિમિત્તની કારણતા સ્વીકારતો નથી. તે કાર્યમાં માત્ર ઉપાદાનની જ કારણતા સ્વીકારી નિમિત્તનો નિષેધ કરે છે. તેને પોતાના મતની સાચવણીનો રસ હોય છે, તેથી તે પોતાના મતને સાચો ઠેરવવા આગ્રહ કરે છે. આગ્રહના કારણે તેને સત્યમાં રસ રહેતો નથી. આગ્રહના કારણે તેના ચિંતનની દિશા વિપરીત હોય છે અને ૧- શ્રી મનોહરલાલજી વર્ષી, ‘સહજાનંદ'કૃત, ‘અવિરુદ્ધ નિર્ણય' (અનુવાદક બ. કપિલભાઈ તલકચંદ કોટડિયા) પૃ.૨,૩,૪,૬, નોંધ ૫,૬,૧૩,૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org