Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
ઉત્કૃષ્ટ નિમિત્તોની જરૂર નથી એમ કહી શકાય નહીં. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રથી ભવપાર થવાતું નથી. ભવપાર થવા માટે સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની આવશ્યકતા છે જ.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે.
દલીલ ૪
જો ઉપાદાન જાગૃત થાય તો ધર્મ થાય. જો જીવ પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહીં. આંખથી જો ધર્મ થતો હોય તો મોટી આંખવાળા પાડા પાસે શાસ્ત્ર મૂકવાથી તેને પણ ધર્મ થવો જોઈએ. સારાં નિમિત્ત હોવા છતાં તે કેમ નથી સમજતો? આંખ-કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ-દ્વેષ કરી જીવ સાતમી નરકે જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થા રોકે છે અથવા એકબીજાને મદદ કરે છે એ વાત અસત્ય છે. આંખ-કાનથી જીવને સાચી સમજણ થતી નથી. જો કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને સમજણ થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; માટે મોક્ષ-સંસાર, જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુ:ખ એ બધું ઉપાદાનથી જ થાય છે. પરથી કોઈ પણ પ્રકારે લાભ-નુકસાન થતાં નથી.
સમાધાન
-
દલીલ ૫
૪
જીવને જ્ઞાનશક્તિથી ધર્મ થાય છે એ વાત બરાબર છે, પણ તે જ્ઞાનશક્તિનો ઉપયોગ ક૨વા માટે ઇન્દ્રિયરૂપ નિમિત્તની આવશ્યકતા છે. આંખોથી ભગવાનનાં દર્શન શાસ્ત્રવાંચન થઈ શકે, કાનથી ઉપદેશ સાંભળી શકાય. આંખ હોવા છતાં પાડો શાસ્ત્રનું જ્ઞાન લઈ શકતો નથી, પણ તેથી કાંઈ નિમિત્તનો નિષેધ ન કરી શકાય; કારણ કે એકેન્દ્રિય જીવને ઉપાદાન છે તો પછી તે શાસ્ત્રનું જ્ઞાન શા માટે પામી શકતો નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી મળી નથી, માટે શાસ્ત્રજ્ઞાન પામતો નથી. આ રીતે ઇન્દ્રિયાદિ સામગ્રીનો યોગ તેનો સદુપયોગ અને ઉપાદાનની જાગૃતિ બન્ને હોય તો જીવ મુક્ત થાય.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે.
Jain Education International
-
-
દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ મહાવ્રત, એ બધાં નિમિત્તોના લક્ષે તો જીવને રાગ થાય છે, વિકલ્પ થાય છે. જ્યારે જીવ એ બધાં નિમિત્તોનું લક્ષ છોડીને, તત્સંબંધી વિકલ્પો છોડીને પોતાના અખંડ આનંદસ્વરૂપી આત્માની ભાવના કરીને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક અંતરમાં સ્થિરતા કરે છે ત્યારે જ તે મુક્તિ પામે છે. માટે નિમિત્તોનું અવલંબન લેવા યોગ્ય નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org