Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
શ્રીમદે આગમ તથા અનુભવ પ્રમાણ આપી આજ્ઞાનું માહાભ્ય ઠેકાણે ઠેકાણે ગાયું છે અને નિરપદની પ્રાપ્તિ માટે આજ્ઞાધીન પ્રવર્તન કરવાની આત્માર્થીને ભલામણ કરી છે. નિષ્ઠાવાન થઈ સદ્ગુરુની એક પણ આજ્ઞા પાળવામાં આવે તો આખું જીવન બદલાઈ જાય છે. આ વાત એક ઉદાહરણ વડે સ્પષ્ટ થશે. એક વ્યક્તિને તેના એક ખાસ મિત્રે એક અત્યંત કલાત્મક અને સુંદર ફૂલદાની ભેટ તરીકે મોકલી, પરંતુ સાથે એવી આગ્રહભરી વિનંતી પણ કરી કે તેને પૂર્વાભિમુખ જ રાખવી, કારણ કે તેનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું હતું કે તે પૂર્વોન્મુખ રહીને જ સર્વાધિક સુંદર દેખાય. તે વ્યક્તિએ તેના મિત્રની લાગણીનો આદર કર્યો અને હોકાયંત્રથી દિશા જોઈને તે ફૂલદાની તેણે એક ટેબલ ઉપર પૂર્વ-પશ્ચિમ દિશામાં ગોઠવી, પરંતુ તે ઓરડાની બીજી બધી વસ્તુઓ સાથે આ નવી ગોઠવણ જચી નહીં, તેથી તેણે ઓરડામાં રહેલી બીજી વસ્તુઓની દિશા વગેરે પણ બદલી નાખી. તે ફૂલદાની પૂર્વોન્મુખ રહે, પૂર્વનાં કિરણોથી શોભે તે અર્થે તેણે ઘણી બધી વસ્તુઓ બદલવી પડી. આ પ્રમાણે આખો
ઓરડો પુનઃ આયોજિત થઈ ગયો. તે ઓરડાની શોભા રહે તે માટે ધીમે ધીમે આખું મકાન પણ બદલાતું ગયું અને એ ત્યાં સુધી કે મકાનની બહારનો બગીચો પણ આ પરિવર્તનમાંથી મુક્ત રહેવા ન પામ્યો. તેવી જ રીતે સદ્દગુરુની એક આજ્ઞા પણ જો ભાવપૂર્વક સમ્યક્ રીતે આરાધવામાં આવે તો સમગ્ર જીવન બદલાઈ જાય છે. જીવનની દિશા પણ બદલાય અને દશા પણ બદલાય.
આજ્ઞા બે પ્રકારની હોય છે - ઉપદેશરૂપ અને આદેશરૂપ. જ્યારે સદ્ગુરુને વાણીયોગ વર્તતો હોય છે ત્યારે બોધદાન થતાં જિજ્ઞાસુ જીવને ઉપદેશરૂપ આજ્ઞા પ્રાપ્ત થાય છે. ઉપકારી સદ્દગુરુએ જે બોધ આપ્યો હોય, તત્ત્વની જે સમજણ આપી હોય તે સુશિષ્ય ગ્રહણ-ધારણ કરે છે, તેમજ તે અનુસાર પ્રવર્તનમાં તે લાગી જાય છે. વળી, કોઈક ધન્ય પળે સુશિષ્યને સદ્ગુરુ આદેશરૂપ આજ્ઞા આપે છે. સદ્ગુરુ શિષ્યનાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૦ (પત્રાંક-૧૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org