Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૧૧ હોવા છતાં એકાંત નિશ્ચયવાદી જીવ ઉપાદાનકારણને જ કારણ તરીકે એકાંતે પકડે છે, નિમિત્તનું કોઈ પ્રયોજન જ નથી એમ માની શુભ નિમિત્તોને તજે છે. શાસ્ત્રોનો મર્મ પોતાની મતિકલ્પનાએ સમજી-નિર્ધારી, શાસ્ત્રની અપેક્ષા સમજ્યા વગર નિશ્ચયનયનાં કથનો ગોખીને તે એમ માને-મનાવે છે કે “આત્મા પોતે જ પોતાનો ગુરુ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી કોઈ અન્ય વ્યક્તિને ગુરુ બનાવવાની આવશ્યકતા નથી', આત્મકલ્યાણ જીવે જાતે કરવાનું છે, તેથી ગુરુની કાંઈ જરૂર નથી', કેવળજ્ઞાન આત્મામાં છે, તેમાંથી જ બધું પ્રગટ થશે' વગેરે. આવી અનેક માન્યતાઓથી ગ્રસિત થઈ તે સદ્ગુરુની આજ્ઞા આદિ શુભ નિમિત્તોનું અવલંબન છોડી દે છે અને સ્વચ્છેદે ચઢી જઈ મોહદશામાં બૂડે છે.
શાસ્ત્રમાં કોઈક અપેક્ષાએ એવી વાત આવે છે કે જીવે અનેક વાર તીર્થંકર પ્રભુની વાણી શ્રવણ કરી, અનેક વાર તેને જ્ઞાની પુરુષનો યોગ થયો, છતાં તેનું કલ્યાણ થયું નહીં. આવી વાત કોઈ એકાંતે ગ્રહણ કરી એમ માને કે ગુરુ આદિ નિમિત્તોની જરૂર નથી, તો તે કેવળ અયથાર્થ છે, સ્વછંદપૂર્ણ અભિપ્રાય છે. શાસ્ત્રોનો પરમાર્થ સમજ્યા વિના જે જીવ ઉપાદાનની વાતો કરે છે અને નિમિત્તનો નિષેધ કરે છે તેને સિદ્ધપર્યાય પ્રગટતી નથી. ઉપાદાનનું નામ લઈ, એટલે કે ઉપાદાનની મહત્તા દર્શાવનારાં વાક્યોને માત્ર ધારી રાખી જે મતાથી જીવ શુભ નિમિત્તોને તજે છે તેની મિથ્યાત્વદશા ટળતી નથી.
ઉપદેશબોધ પરિણમ્યા પહેલાં જો જીવ સૈદ્ધાંતિક જ્ઞાન મેળવે તો તે અવળું પરિણમે છે. શાસ્ત્રો વાંચીને જીવ “આત્મા, આત્મા' કરે, પણ સદ્ગુરુ દ્વારા તેનું રહસ્ય પામ્યો ન હોવાથી યથાર્થ આરાધનના અભાવે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતો નથી અને ભ્રાંતિમાં જ રહે છે. એવા જીવોને ચેતવણી આપતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે –
તેહ કહે “ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીકે રે”. નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનય ખાસો રે. નિત્યે ગુરુકુલ વાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે; તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું રાખ્યું રે. દશવૈકાલિક ગુરુશુશ્રુષા, તસ નિંદા ફલ દાખ્યા રે; આવંતિમાં દ્વહસમ સગુરુ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org