Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૨૩ જીવોથી જુદા જ પ્રકારે જીવવા લાગે છે. તેનામાં ગહન શાંતિ, મૌન અને આનંદની ઘટના ઘટિત થાય છે.
સદ્ગુરુ જીવ ઉપર આવો મહદ્ ઉપકાર કરતા હોવા છતાં તેઓ ક્યારે પણ પરાધીનતાને પ્રોત્સાહન નથી આપતા. એક ઉદાહરણ વડે આ વાત સ્પષ્ટ થશે. એક યુવાન મોટરબાઇકના ગંભીર અકસ્માતમાં જમણો હાથ ગુમાવી બેઠો. તેને લગાતાર સિગારેટ પીવાની આદત હતી, તેથી હૉસ્પિટલમાં જ તેને ધૂમ્રપાન કરવાની તીવ્ર તલપ જાગી. તેણે ડાબા હાથે સિગારેટ મોંમાં મૂકી, પણ દીવાસળી સળગાવવા તો બે હાથની જરૂર પડે! દુ:ખી થઈ, લાચાર નજરે તેણે મદદ માટે નર્સ સામે જોયું. તેને મદદરૂપ થવા માટે કોઈ પણ વ્યક્તિ દીવાસળી સળગાવી સિગારેટ ઉપર ધરત, યુવાન ખુશ થઈ જાત, પણ તે પરાધીન રહેત. પરંતુ આ નર્સ વિચક્ષણ હતી. એણે સાચી મદદ કરવી હતી, તેથી એણે પોતાનો જમણો હાથ પાછળ રાખી, માત્ર ડાબા હાથની અલગ અલગ આંગળીઓનો જુદી જુદી રીતે ઉપયોગ કરી દીવાસળી સળગાવી. આમ કર્યા પછી તે બહાર ચાલી ગઈ. ન સિગારેટ સળગાવી આપી, ને તેના પ્રતિભાવ નીરખવા ઊભી રહી. માત્ર ગર્ભિતપણે સમજાવી દીધું કે ‘એક હાથ ગયો તો શું થયું? હજી તારામાં ઘણી શક્તિ છે જ. તારા બીજા હાથને કામે લગાડ અને તારું પ્રયોજન સાધ.' જીવ પણ સદ્ગુરુ પાસે પોતાની લાચારી દેખાડી મદદ માટે યાચના કરતો હોય છે. કરુણાવંત સદ્ગુરુ શિષ્યને સાચી મદદ કરે છે. તેમણે શિષ્યને પરતંત્ર કે ગુલામ બનાવવો નથી. તેઓ લંગડાની લાકડી બનવા નથી ઇચ્છતા. એમ કરવાથી શિષ્યના પગમાં ક્યારે પણ બળ નહીં પ્રગટે. તે કાયમનો લંગડો જ રહેશે. તે હંમેશાં લાકડીનો ટેકો લઈને જ ચાલશે. સદ્ગુરુ તો ઇચ્છે છે કે શિષ્ય તેની પોતાની દૃષ્ટિ સ્વ તરફ વાળે. તેઓ શિષ્યને સ્વાવલંબી બનાવવા ઇચ્છતા હોય છે અને તેથી તેમના પ્રયાસ પણ એ જ પ્રકારના હોય છે.
કલ્પિત પરિણતિથી વિરમવું જીવને બહુ કઠિન લાગે છે, પરંતુ સદ્ગુરુના આશ્રયથી તેમ સહેજે થઈ શકે છે. સંસારગત વહાલપ, અવિદ્યાજન્ય ભાંતિનો વિલય કરવા માટે સદ્ગુરુ બોધ આપે છે; શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તેની સમજણ આપે છે. સદ્દગુરુની ઉપસ્થિતિ, સદ્ગુરુની શક્તિ, સદ્ગુરુની કૃપા જીવને આગળ વધવા માટે ઉત્સાહ પ્રેરે છે. તેમની પ્રાપ્તિ થતાં શ્રદ્ધા બંધાય છે, હિંમત આવે છે, પુરુષાર્થમાં વેગ આવે છે. તેઓ જીવને સત્યના સાક્ષાત્કાર માટે પ્રેરણા આપે છે, આત્મવિશ્વાસ જગાડે છે, પુરુષાર્થનું બળ વધારે છે, માર્ગમાં પડતાં બચાવે છે; અને એ રીતે આખી યાત્રા સરળ બનાવે છે.
સદ્ગુરુ જીવને ધ્યેય બંધાવે છે, હિંમત આપે છે, પ્રોત્સાહન આપે છે, ઉત્સાહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org