Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્વારા સમજીએ.
એક પક્ષી આકાશમાં ઊડી રહ્યું છે. તેનું બચ્ચું માળામાં બેસીને તેને જોયા કરે છે. માને ઊડતી જોઈને એને ખૂબ આનંદ થાય છે. માની શક્તિ પ્રત્યે એને અત્યંત અહોભાવ છે અને માની સિદ્ધિઓ માટે ગર્વ પણ! ગગનમાં વિહરતી માનાં જાતજાતનાં ઉડાણ જોવાનું એને ખૂબ ગમે છે, પણ જન્મથી સંકોચશીલ અને ડરપોક હોવાથી હું પણ આ રીતે ઊડું' એવી ઇચ્છા કે હિંમત બચ્ચાને થતી નથી. સદ્દગુરુ ચિદાકાશમાં ઊડી રહ્યા છે. તેમની સ્વભાવમય ઉત્કૃષ્ટ દશાનો ખ્યાલ શિષ્યને આવે છે. પરમગુરુની સહજાત્મસ્વરૂપમાં થતી કેલીને જોઈ શિષ્યને ખૂબ આનંદ થાય છે. સદ્ગુરુના અપાર સામર્થ્ય પ્રત્યે તેને ખૂબ અહોભાવ છે અને તેમની સિદ્ધિઓ માટે ગર્વ પણ! ચૈતન્યગગનમાં વિહરતા સદ્ગુરુની વિવિધ આત્મચેષ્ટાઓ પકડવાનું તેને ખૂબ ગમે છે, પણ અનાદિથી પોતાને હીન, અશક્ત, પામર માનતો હોવાથી હું પણ આ દશા પ્રાપ્ત કરું' એવી અભિલાષા, સાહસવૃત્તિ કે પ્રયોગાત્મક પુરુષાર્થ શિષ્યમાં જાગતાં નથી.
એક દિવસ મા બચ્ચાને પોતાની સાથે આવવાનું કહે છે, ઊડવાનું કહે છે. બચ્ચું ગભરાઈ જાય છે, કહે છે કે “ના, ના, આ તો તમે જ કરી શકો. હું કઈ રીતે ઊડું? હું તો હજી નાનું છું. મારી પાંખોમાં કે મારા પગમાં તાકાત જ ક્યાં છે? તમને ઊંચે જોઉં છું અને ખુશ થાઉં છું. એમાં જ હું તો રાજી છું.' સદ્ગુરુ પણ શિષ્યને મોક્ષમાર્ગ ઉપર પોતાની સાથે ફાળ ભરવાનું કહે છે, ચિદાકાશમાં ઊંચે ઊડવાનું આમંત્રણ આપે છે. શિષ્ય વિષુબ્ધ થઈ કહે છે કે “ના, ના, આ તો આપનું જ સામર્થ્ય. હું તો અબુધ અને અજ્ઞાની, અશક્ત અને પામર. મારું કોઈ ગજું નહીં. હું કઈ રીતે આપના પેગડામાં પગ નાખું? નથી મારામાં આવડત, નથી મારામાં બળ. હું તો તમારી ભક્તિ કરી કૃતાર્થતા અનુભવું છું.'
મા બચ્ચાને કહે છે કે માળામાં તો ફર. એટલું તો તું કરી શકેને!' બચ્યું પહેલાં એક જ જગાએ બેસી રહેતું હતું, એ ધીરે ધીરે માળામાં ફરવા લાગ્યું. એને ખૂબ સારું લાગ્યું. પછી મા એને માળાની આજુબાજુ ફરવાનું કહે છે. પોતે સાથે રહી હિંમત આપે છે. પછી થોડાં વૃક્ષો સુધી ફરવાનું કહે છે. સધિયારો આપે છે કે હું છુંને તારી સાથે કંઈ પણ થાય તો હું પકડી લઈશ.” મા સાથે આવે છે, યુક્તિઓ શીખવે છે, વખાણ કરતી જાય છે અને એ રીતે એનો ઉત્સાહ વધારતાં વધારતાં એક દિવસ ખુલ્લા આકાશમાં ઊડવાનું કહે છે - ‘જા ઊડ અને આકાશનો સાક્ષાત્કાર કર.” સદ્ગુરુ શિષ્યને ક્રમશઃ તૈયાર કરતા જાય છે, મોક્ષમાર્ગ ઉપર આગળ ધપાવતા જાય છે. ભક્તિ, સત્સંગાદિથી એની પાત્રતા વધારતા જાય છે. માર્ગનાં ભયસ્થાન અને પતનસ્થાનક બતાવે છે, રહસ્યો સમજાવે છે. આત્માનો મહિમા જગાડે છે. તેને પ્રેરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org