Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૧૫
આવાં કથનોના આધારે શાંત સ્વીકાર કરી; સુખ-દુઃખ, માન-અપમાન વગેરે દ્વન્દ્રોની અસરથી જીવ પોતાના ચિત્તને જેટલા અંશે મુક્ત રાખી શકે તેટલા અંશે નિશ્ચયનયનાં કથનો તેના અંતઃકરણમાં સ્થાન પામ્યાં ગણાય. પરંતુ વિવેકશૂન્ય જીવ નિશ્ચયનયનાં આવાં કથનોનાં અવલંબન લઈને રાગ-દ્વેષનો ક્ષય કરવાને બદલે, એના આધારે જાણ્યેઅજાણે પોતાના પ્રમાદ અને ભોગોપભોગનો બચાવ કે પોષણ કરતો રહે છે. નિશ્ચયનયનાં કથનોની અપેક્ષા સમજ્યા વિના નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજના કારણે તે માત્ર શબ્દોને પકડી રાખી જીવનમાં સંયમ કે નિયંત્રણની ઉપેક્ષા કરતો થઈ જાય છે. નિશ્ચયનયનાં વચનોથી ભ્રમિત થઈ, જીવનમાં સંયમને કે તેના માટેના પ્રયત્નોને અનાવશ્યક ગણી, તે સાચા સાધનામાર્ગથી દૂર થતો જાય છે.
દ્રવ્યસ્વતંત્રતાના સિદ્ધાંતની યથાર્થ અને ગહન સમજણ વિના જીવ આ રીતે મોક્ષમાર્ગથી ચુત થઈ જાય છે, તેથી તે સિદ્ધાંતને તેના ગહન મર્મ સાથે સમજવો જરૂરી છે. જિનાગમમાં આત્માને સ્વાધીન કહ્યો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી એમ દર્શાવ્યું છે તે દ્રવ્યસ્વભાવની ઓળખાણ કરાવવા માટે છે; પણ ઉપકારી નિમિત્તોનો નિષેધ કરવાનું તો કોઈ સત્શાસ્ત્રમાં કહ્યું નથી. જે જિનવાણીમાં એમ કહ્યું છે કે નિમિત્ત ઉપાદાનમાં કંઈ નથી કરતું, ઉપાદાનના કાર્યમાં નિમિત્ત સર્વથા અકર્તા છે; તે જ જિનવાણીમાં એમ પણ કહ્યું જ છે કે નિમિત્ત વિના ઉપાદાનમાં કાર્ય થતું નથી. કાર્ય સંપન્ન થતી વખતે અનુકૂળ નિમિત્ત હાજર હોય જ છે. જેમ કે દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય વિના સમ્યગ્દર્શન નથી થતું; યથાયોગ્ય નિમિત્ત વિના કોઈ પણ વસ્તુનું પરિવર્તન થવું સંભવતું નથી. નિમિત્તવિહીન કોઈ પણ કાર્ય વિશ્વમાં કશે પણ જોવા મળતું નથી. યોગ્ય નિમિત્તના સંયોગમાં જ દરેક વસ્તુ પરિવર્તિત થાય છે. આવું જોવા છતાં નિમિત્તને ટાળવાનો, તેનો અસ્વીકાર કરવાનો પ્રયત્ન તે મિથ્યા આગ્રહ છે; તેથી નિમિત્તનો નિષેધ કરવાને બદલે તેનો યથાયોગ્ય સ્વીકાર કરવા યોગ્ય છે. નિમિત્તના સ્વીકારથી દ્રવ્યસ્વતંત્રતાનો સિદ્ધાંત ખંડિત થતો નથી, કેમ કે નિમિત્તની હાજરી આવશ્યક છે, પણ કાર્ય તો ઉપાદાન જ કરે છે, નિમિત્ત કંઈ તેના ઉપર જબરદસ્તી કરતું નથી.
‘જડ અને ચેતન બને તદ્દન સ્વતંત્ર દ્રવ્ય છે', પણ આના ઉપરથી એમ સમજવું નહીં કે ચેતનદ્રવ્ય જડને સહાયક ન બને અને જડદ્રવ્ય ચેતનને સહાયક ન બને. “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એ વાત સત્ય છે, પણ એનો અર્થ એમ નથી થતો કે તે બન્ને એકબીજાને મદદરૂપ ન બની શકે; તેનો અર્થ છે - એક દ્રવ્યમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને બીજા દ્રવ્યમાં જતાં નથી અને બીજા દ્રવ્યમાં રહેલાં ગુણપર્યાયો પલટાઈને પહેલા દ્રવ્યમાં આવી જતાં નથી. જડ પોતાના ગુણોને આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org