Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૧૩
જગતમાં એક પદાર્થ બીજા પદાર્થનું કશું કરી શકે એમ નથી. કોઈ પણ વસ્તુ પોતાથી ભિન્ન એવી બીજી કોઈ પણ વસ્તુમાં કંઈ પણ કરી શકતી નથી.
દરેક વસ્તુ સતું હોવા સાથે સતત પરિણમનશીલ પણ છે. દરેક વસ્તુ ગુણપર્યાયવાન છે. દરેક દ્રવ્યનાં, સ્વયંનાં પોતપોતાનાં ગુણો, ગુણવત્તા, શક્તિઓ, યોગ્યતાઓ હોય છે તથા તે દ્રવ્યો પોતપોતાનાં ગુણ-શક્તિઓમાં નિરંતર પલટાતાં જ રહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણોમાં પરિપૂર્ણ છે. બીજા કોઈના પણ હસ્તક્ષેપ વગર, તે પ્રત્યેક સમયે પોતાના ગુણોની પૂર્વ અવસ્થા છોડીને, નવીન નવીન અવસ્થાઓને નિરંતર કરતાં કરતાં અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન રહ્યું છે અને અનંત કાળ સુધી એવી રીતે વિદ્યમાન રહેશે. એવો કોઈ પણ સમય નથી આવતો કે કોઈ પણ દ્રવ્ય પોતાનો આ ક્રમ છોડી દે, અર્થાત્ એક સમય માટે પણ તેનું પરિવર્તન અટકી જાય. જો આમ થાય તો દ્રવ્યનો સ્વભાવ નષ્ટ થઈ જાય, પરંતુ આમ બનવું ક્યારે પણ સંભવતું નથી. દ્રવ્યના સ્વભાવનો ક્યારે પણ નાશ ન થઈ શકે. કોઈ પણ દ્રવ્યના પરિવર્તનમાં અન્ય દ્રવ્યોના હસ્તક્ષેપની કોઈ અપેક્ષા નથી.
દરેક દ્રવ્ય પોતાની પર્યાયનો સ્વામી હોવાથી, દરેક દ્રવ્યની પોતાની પર્યાય, દરેક સમયે તે દ્રવ્યને જ આધીન છે. તેની કોઈ પણ પર્યાય બીજા કોઈ દ્રવ્યને આધીન નથી. જ્યાં જીવને પરાધીન કહેવામાં આવે છે ત્યાં તેનો અર્થ એમ નથી કે પરદ્રવ્ય તેને આધીન કરે છે, પણ ત્યાં એમ કહેવાનો આશય છે કે જીવ પોતે પરદ્રવ્યને આધીન થાય છે. જીવ પરને આધીન થાય છે અને તે પણ સ્વતંત્રપણે થાય છે. જીવ સ્વતંત્રપણે સ્વયં જ નિમિત્તાધીન થઈ પરિણમન કરે છે, કોઈ પરદ્રવ્ય તેને પરાધીન કરતું નથી.
પરદ્રવ્યો કે તેની કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે નહીં, તેને હેરાન કરી શકે નહીં, તેને સુખી-દુઃખી કરી શકે નહીં. પરદ્રવ્યનું પરિણમન કોઈ પણ જીવને સુખી-દુઃખી કરી શકે એ માન્યતા જૂઠી છે. તેનામાં જીવને સુખ-દુઃખ આપવાની
છે જ નહીં. પરદ્રવ્યનું પરિણમન એ બાહ્ય ઘટના છે. બાહ્ય ઘટના હોવાથી જીવની સાથે તેનો કોઈ સંબંધ નથી. બીજાની ક્રિયા સાથે જીવને કોઈ સંબંધ નથી. સુખી-દુઃખી થવું એ તેની પોતાની જ પસંદગી છે. જીવ પોતાના જ કારણે સુખી-દુઃખી થાય છે.
જીવનાં અજ્ઞાન, મમત્વ તેમજ ઊંધી માન્યતાના કારણે તેને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. સંયોગી પદાર્થો પ્રત્યે જેટલો મોહ કરે તેટલો તે સુખી-દુઃખી થાય. સંયોગી પદાર્થોની દષ્ટિ છોડીને અસંયોગી જ્ઞાનસ્વરૂપ આત્મા ઉપર દૃષ્ટિ કરે અને તેમાં એકાગ્રતા કરે તો સુખ-દુઃખ ન થાય. જીવ અંતરના ભાન વડે જાગૃત રહે અને મોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org