Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
ગુરુદૃષ્ટિ અનુસારે રહેતાં, લહે પ્રવાદ પ્રવાદે રે; એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરુ પ્રસાદે રે.૧
-
પ્રબળ નિમિત્તના અવલંબન વિના સીધેસીધું સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ દુષ્કર છે. જેમને આત્મસ્વરૂપ પ્રગટ્યું એવા જ્ઞાનીપુરુષના અવલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. નિમિત્તના આલંબન વિનાનું અધ્યાત્મસ્વરૂપચિંતવન તો ઉત્તમ અધિકારી જીવો માટે છે. તેવી દશા આવ્યા પહેલાં અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, અધ્યાત્મસ્વરૂપચિંતનની માત્ર વાતો કરવામાં અનેક પતનસ્થાનો રહેલાં છે. તેનાથી જીવને વ્યામોહ ઊપજે છે. પોતાની ઉત્તમ આત્મદશા થઈ ન હોવા છતાં પોતાની તેવી દશા છે એવી ભ્રાંતિ ઊપજે છે. ભક્તિરસની આર્દ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે. તેનામાં શુષ્કજ્ઞાનીપણું ઊપજે છે, સ્વચ્છંદાચારીપણું ઉત્પન્ન થાય છે અથવા જ્ઞાનના અજીર્ણરૂપ - અપરિણમનરૂપ ઉન્મત પ્રલાપ થાય છે. તેનામાં કૃત્રિમતા, દાંભિકતા આદિ દોષો ઊપજે છે. આમ, અનેક પ્રકારના દોષો નિજમતિથી કરેલા અધ્યાત્મચિંતનમાં સંભવે છે, પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કોઈ પણ દોષની સંભાવના રહેતી નથી અને સરળતાથી અધ્યાત્મગુણશ્રેણીએ આરોહણ થતું જાય છે. આ વાતને શ્રીમા શબ્દોમાં જોઈએ
‘સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે.'૨
Jain Education International
જિનાગમમાં જ્યાં જ્યાં વસ્તુના સ્વરૂપનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં વસ્તુને સદા સ્વતંત્ર બતાવવામાં આવી છે. જગતમાં રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ-ચેતન પદાર્થોને સ્વતંત્ર બતાવવામાં આવ્યા છે. આ વિશ્વમાં પ્રત્યેક દ્રવ્ય સ્વાવલંબી છે. સ્વતંત્રતા એ પ્રત્યેક પદાર્થનો સ્વભાવ છે. સ્વતંત્રતા એ તેનું સહજ સ્વરૂપ છે. આ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ પ, કડી ૮૦-૮૪ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૨ (આંક-૭૫૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org