Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધર્મક્રિયાઓનું સેવન કરે છે, પરંતુ તે નિજમતિકલ્પનાએ થતું હોવાથી તે કદી પણ મોક્ષમાર્ગ પામી શકતો નથી.
આજ્ઞા વગર કરેલી અનેકવિધ ધાર્મિક ક્રિયાઓથી દોષ મટતો નથી. જીવ પોતાની જાતે સાધન નક્કી કરીને એમ વિચારે કે આમાં શું આજ્ઞા લેવી?' અથવા તો આમાં જ્ઞાની તો હા જ પાડેને!' તો તે સાધનથી જીવનું કલ્યાણ ન થાય. દવા ગમે તેટલી ગુણકારી હોય, પણ અનુભવી ડૉક્ટરની હા વિના એ નુકસાનકારક પણ બની શકે; તેવી જ રીતે જે ધર્મક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણનું - મુક્તિનું કારણ બને, તે જ ધર્મક્રિયા સ્વમતિકલ્પનાએ અકલ્યાણનું - બંધનનું કારણ પણ બની શકે. જીવ જો પોતાની મતિકલ્પનાએ ધર્મક્રિયાઓ કરવા લાગે તો લાભને બદલે નુકસાન થવાનો સંભવ વધુ રહે છે.
સગુરુની આજ્ઞા વિના કરેલા શાસ્ત્રાભ્યાસથી પણ યથાર્થ લાભ થતો નથી. શાસ્ત્રનાં કથનો અનેક અપેક્ષાએ હોય છે. તેનાં ગૂઢ રહસ્ય, આશય, પ્રયોજન, હેતુ ગુરુગમ વિના સ્પષ્ટપણે સમજાવાં અતિ કઠિન છે. સતુશાસ્ત્રમાં રહેલાં અકળ, સૂક્ષ્મ રહસ્યો પ્રત્યક્ષ સગુરુ પાસે સુગમતાથી સમજી શકાય છે. અનાદિનો દૃષ્ટિવિપર્યાસ શાસ્ત્રના મર્મ સુધી પહોંચવામાં બાધક નીવડે છે. પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ પાસેથી શાસ્ત્ર સમજવાની દૃષ્ટિ મેળવીને શાસ્ત્રનું અધ્યયન થાય તો તે શાસ્ત્ર સાચા અર્થમાં ઉપકારી થાય છે. શ્રીગુરુએ આપેલ દૃષ્ટિથી, તેમના પ્રત્યેની અત્યંત ભક્તિથી, ઇન્દ્રિયનિગ્રહપૂર્વક શાસ્ત્રાભ્યાસ થાય તો જ તેનું સાર્થકપણું છે, અર્થાત્ તો જ તે આત્મજ્ઞાનનો હેતુ થાય છે; તેથી પ્રત્યક્ષ સદ્દગુરુની આજ્ઞાનુસાર ધર્મપ્રવૃત્તિ કરવા યોગ્ય છે. સ્વમતિથી ક્યારે પણ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી.
આમ, સ્વચ્છેદે ક્રિયા કરવાથી જડક્રિયાપ્રધાનપણું અને મતિકલ્પનાએ શાસ્ત્રાભ્યાસ કરવાથી શુષ્કજ્ઞાનીપણું આવી જાય છે. આ બન્ને પ્રકાર સ્વચ્છંદના છે. સદ્ગુરુના આશ્રયે પ્રવર્તવાથી સ્વચ્છેદ ટળે છે. સદ્ગુરુ જીવના સ્વચ્છંદને ઓળખે છે અને તેઓ તેના કલ્યાણ અર્થે તદનુસાર આજ્ઞા કરી તેનો તે દોષ કઢાવે છે. જો કોઈ જીવને વ્યવહારનો એકાંત આગ્રહ થયો હોય, માત્ર બાહ્ય ક્રિયામાં તેણે મોક્ષમાર્ગ કપ્યો હોય અને આત્માનું લક્ષ તે ચૂકી જતો હોય તો તેને આત્માના શુદ્ધ સ્વભાવનું ભાન કરાવી, ચૈતન્યસ્વરૂપની દઢ શ્રદ્ધા કરાવી તેનો વ્યવહારાભાસ છોડાવે છે. વળી, કોઈ જીવને નિશ્ચયનો એકાંત આગ્રહ થયો હોય, જ્ઞાનની માત્ર વાત કરતો હોય, અંતરમાં કષાયભાવે વર્તતો હોય, તેને ત્યાગ-વૈરાગ્યની ઉપયોગિતા સમજાવી તેનો વિદ્યાભ્યાસ છોડાવે છે. આમ, સર્વ જીવોને સ્વચ્છંદ ટાળવામાં ઉપકારી એવી સદ્ગુરુની આજ્ઞા પરમાર્થકાર્યમાં નિમિત્તકારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org