Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લક્ષ્ય કર્મકૃત વ્યક્તિત્વનું વિલોપન છે. જ્યાં સુધી કર્મકૃત વ્યક્તિત્વમાં હુંપણું રહે છે ત્યાં સુધી ભક્તિ, સ્વાધ્યાય, તપ, ધ્યાનાદિ ગમે તે કરવા છતાં પણ તેની સાધના સફળતાને વરી શકતી નથી. જ્યાં સુધી પોતાની ત્રિકાળી સત્તાનું ભાન ન થાય, તેમાં હુંપણું ન સ્થપાય ત્યાં સુધી તેની સાધના નિષ્ફળ રહે છે. કર્મકૃત વ્યક્તિત્વમાં રહેલું હુંપણું મટી જતાં, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં હુંપણું થતાં મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે.
‘સિદ્ધ ભગવાન જેવું મારું સ્વરૂપ છે એમ જાણતાં-માનતાં સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન થાય છે અને સ્વરૂપમાં રમણતા થતાં સમ્યકુચારિત્ર પ્રગટ થાય છે. વિભમાદિથી રહિત સ્વરૂપની ઓળખાણ એટલે સમ્યજ્ઞાન, સ્વરૂપની યથાર્થ નિઃશંક પ્રતીતિ એટલે સમ્યગ્દર્શન અને સ્વરૂપમાં લીનતા એટલે સમ્મચારિત્ર. આ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર તે જ મોક્ષનો ઉપાય છે. દેહાદિથી ભિન્ન, ઉપયોગી, અવિનાશી એવા આત્માનું ભાન થવું, તેની શુદ્ધ પ્રતીતિ થવી અને સમસ્ત પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન અરૂપી, સ્વાધીન એવા નિજાત્માના ભાનમાં રહેવું, ટકવું, સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે; એ જ આત્માનું સિદ્ધપણું પ્રગટ કરવાનો ઉપાય છે. જીવ જ્યારે નિજસ્વરૂપને ઓળખે છે, શ્રદ્ધે છે, તેમાં સ્થિર થાય છે ત્યારે જીવ પોતાની સિદ્ધપર્યાય પ્રગટાવે છે, મુક્ત થાય છે. આત્માનાં જ્ઞાન, શ્રદ્ધા અને લીનતારૂપ રત્નત્રય વડે આત્મા બંધનથી છૂટીને મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
આમ, સ્વરૂપની સમજણ એ મૂળ કાર્ય છે. આત્મા પોતે, પોતાથી, પોતાને જાણે તો તે સિદ્ધ થાય. આ કાર્યમાં નિમિત્તકારણરૂપે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા છે. આ બે કારણોનો નિર્દેશ શ્રીમદે આ ગાથાની બીજી પંક્તિમાં કર્યો છે. શ્રીમદે ગાથાની બીજી પંક્તિમાં ધર્મ સાધવામાં ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાના આરાધન ઉપર તથા જિનદશાનો લક્ષ કરવા ઉપર ભાર મૂક્યો છે. ગાથાની પ્રથમ પંક્તિ અને બીજી પંક્તિનું અનુસંધાન બતાવતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે કે –
“શ્રીમજી, જીવોમાં સિદ્ધત્વ છે તેમ નિર્દેશ કરીને, ભવ્ય જીવોને સંબોધીને કહે છે કે સમજે, શ્રદ્ધા આણો અને પછી આચરો. અર્થાત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની આરાધના કરો તો જરૂર સિદ્ધિ પામી શકો, પણ તે માટે બે શરત મૂકી. પામવાનું તારે જ. પુરુષાર્થ પણ તારો જ. ઉપાદાન પણ તારું જ. તે છતાં એ બધાની પાછળ જે Power છે તે નિમિત્તોનો છે અને આવા સુંદર કાર્યો માટેનાં નિમિત્તો પણ એવા જ ઊંચા, એવા જ આદર્શ! એને જો અપનાવી લો તો પછી સિદ્ધિ દૂર નહીં હોય. તારો સ્વચ્છેદ અને પ્રતિબંધ આ બે તોડી એક તો સદ્ગુરુની આજ્ઞાએ વર્યો જા અને બીજું જિનદશાનું યથાર્થ ભાન કરી, જિનદશા પ્રગટાવી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org