Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
- “જે સમજે તે થાય.” શ્રીમદે પ્રથમ ચરણમાં કહ્યું કે સર્વ જીવ સિદ્ધસમ “છે' અને બીજા ચરણમાં કહ્યું કે જે સમજે તે “થાય'. અહીં નિશ્ચય અને વ્યવહાર અને નયને ગ્રહણ કરી
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તેને દર્શાવી નિરૂપણ કર્યું છે; તેથી એક પણ નય દુભાતો નથી. જ્ઞાની પુરુષોની સનાતન શૈલીને અનુસરતી શ્રીમની કથનશૈલી કેટલી અદ્ભુત છે તે અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે. સર્વ જીવો સિદ્ધ સમાન છે' એમ કહ્યું એટલે સિદ્ધ થશે ત્યારે સિદ્ધ સમાન થશે એમ નહીં, પરંતુ સર્વ જીવો વર્તમાનમાં પણ સિદ્ધ સમાન પૂર્ણ, શુદ્ધ, નિત્ય, ધૃવસ્વભાવી છે એમ કહ્યું છે. વસ્તુની અવસ્થા બદલાવા છતાં જે કદી ન બદલાય અને કાયમ રહે તેને સ્વભાવ કહે છે, અર્થાત્ ત્રણે કાળે જે સદા વિદ્યમાન હોય તેને સ્વભાવ કહે છે. જીવ સ્વભાવે સિદ્ધ સમાન શુદ્ધ છે, તેથી વર્તમાનમાં પણ તેનો સ્વભાવ શુદ્ધ જ છે. જે આ તથ્ય સમજે છે, જે પોતાના સ્વરૂપ પ્રત્યે દષ્ટિ કરે છે, તેની અવસ્થા પણ શુદ્ધ થાય છે. આત્મદ્રવ્ય તો સિદ્ધ સમાન છે, પણ પર્યાયથી તે ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનો સ્વીકાર થાય છે. હું સિદ્ધ સમાન શુદ્ધ આત્મા છું' એવી યથાર્થ સમજણ જેને પ્રાપ્ત થાય છે તે જીવ કર્મોનો ક્ષય કરતાં કરતાં ક્રમે કરીને દશામાં પણ સિદ્ધ થાય છે.
અહીં શ્રીમદે સરળ ભાષામાં સત્ય પુરુષાર્થની ચાવી બતાવી છે. શ્રીમદે સૂત્રાત્મક શૈલીથી ટૂંકા વચનમાં સિદ્ધ થવાની પ્રક્રિયા બતાવી છે. આઠ કર્મોનો અભાવ કરીને સિદ્ધદશા કઈ રીતે પ્રગટ કરી શકાય તેની વાત કરી છે. તેમણે દર્શાવ્યું છે કે સિદ્ધદશાની પ્રાપ્તિનો ઉપાય સિદ્ધ જેવા આત્માની સમજણ કરવી એ છે. સિદ્ધ ભગવાન જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ મારા આત્મામાં ભરેલાં છે' એમ પોતાના સિદ્ધ સમાન આત્માની સમજણ કરવી તે સિદ્ધ થવાનો માર્ગ છે. જે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને સમજે છે તે સિદ્ધ થાય છે. સમજણ થાય તો સિદ્ધપણું પ્રગટ એમ પ્રસ્તુત ગાથામાં શ્રીમદે બતાવ્યું છે.
શક્તિરૂપે તો સર્વ આત્મામાં પ્રભુતા છે, પણ તેની સમજણ કરી પર્યાયમાં તે પ્રભુતાને વ્યક્ત કરવાની છે. પર્યાયમાં જે કચાશ છે તે ટાળીને સિદ્ધ ભગવાન જેવી પ્રભુતા પ્રાપ્ત કરવા માટે આત્મસ્વભાવનો નિર્ણય કરવાનો છે. આત્માની ઓળખાણ કરી, તેમાં એકાગ્ર થતાં આત્મા પ્રભુરૂપે પરિણમે છે. ‘મારું આત્મપદ સિદ્ધ સમાન છે. સ્વભાવ અપેક્ષાએ મારામાં અને સિદ્ધ પરમાત્મામાં કાંઈ તફાવત નથી. તેમણે આત્માની સમજણ વડે સિદ્ધદશા પ્રગટ કરી છે. મારે તે પ્રગટ કરવાની બાકી છે' એમ પોતાના સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને સિદ્ધસ્વરૂપે ચિંતવતાં, અંતરના શક્તિરૂપ પરમાત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org