Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પછી સ્થાસ અવસ્થા થઈ, પછી કોશ અવસ્થા થઈ. માટી પહોળી થઈ અને તેનું પહોળું પેટ થયું, પછી કાંઠલો થયો અને અંતે ઘડો તૈયાર થયો. આ તમામ અવસ્થાઓમાં માટી વિદ્યમાન છે. માટીથી માંડીને ઘડો થયો ત્યાં સુધીમાં ઘણી અવસ્થાઓ થઈ ગઈ, પણ માટી તો બધી અવસ્થાઓ વખતે ધ્રુવ રહી. પર્યાયો બદલાતી ગઈ, તેનાં નવાં નવાં રૂપ થતાં ગયાં; પરંતુ આ બધી પર્યાયો નાશવાન હતી, જ્યારે માટીની હાજરીનો ત્યાં ત્રિકાળ સંભાવ વર્તતો હતો, તેથી માટી એ ધ્રુવ ઉપાદાન છે. માટી ઘટાકારને પ્રાપ્ત થઈ ત્યાં સુધી વચ્ચે ઘણી પર્યાયો થઈ. દરેક વખતે પૂર્વપર્યાયનો અભાવ થતો ગયો, નવી પર્યાય ઉત્પન્ન થતી ગઈ અને છેવટે ઘડો બન્યો. પૂર્વપર્યાય ત્યાં હતી, એટલે તે વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન છે. ઘડો બન્યો તે તેની તે સમયની યોગ્યતાથી, ક્ષણિક ઉત્પાદરૂપ ઉપાદાનકારણથી બન્યો છે. કુંભાર, ચાકડો, ખીલડો, દંડો, પાણી, સૂર્યતાપ, નિંભાડો (ભઠ્ઠી) આદિ બધાં નિમિત્તકારણ છે.
આ ચાર કારણો સમજવા અન્ય એક ઉદાહરણ જોઈએ - એક વ્યક્તિને તેના પુત્ર ઉપર ક્રોધ આવે છે, કારણ કે તે તેની ઇચ્છાવિરુદ્ધ વર્તે છે. આમાં -- કાર્ય – ક્રોધનું થવું. ધ્રુવ ઉપાદાનકારણ – ક્રોધી વ્યક્તિનો આત્મા કે ચારિત્ર ગુણ. ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ આત્મદ્રવ્ય કે ચારિત્ર ગુણમાં જ થાય છે, અન્યત્ર થતી નથી. આ ધ્રુવ ઉપાદાનકારણ સ્વભાવનું નિયામક છે, પરંતુ ક્રોધરૂપ કાર્યના કાળનું નિયામક નથી; અન્યથા ક્રોધરૂપ કાર્ય સતત થતું રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય કે જે સંભવતું નથી. આત્મા સતત રહેવા છતાં ક્રોધ સતત થતો જોવા મળતો નથી. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય – ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ પૂર્વની પર્યાયનો વ્યય. ક્રોધરૂપ કાર્યની ઉત્પત્તિ પુરુષાર્થપૂર્વક જ થાય છે. પૂર્વપર્યાયના અભાવરૂપ કારણ વિધિનું નિયામક છે. જ્યારે પણ કાર્ય થશે ત્યારે આ વિધિપૂર્વક જ થશે. અનંતરપૂર્વેક્ષણવર્તી પર્યાયનો વ્યય તે કાર્યનું ક્ષણિક ઉપાદાનકારણ છે. તત્સમયની યોગ્યતા - પર્યાયની ક્રોધરૂપે પરિણમવાની તત્સમયની યોગ્યતા. તે ક્રોધરૂપ કાર્યનું સમર્થ કારણ છે, કારણ કે તે કાળનું નિયામક છે. જે કાળનું નિયામક હોય તે કાર્યનું સમર્થ કારણ છે. તત્સમયની યોગ્યતા તે કાર્યનું ક્ષણિક ઉપાદાનકારણ છે. બાહ્ય નિમિત્તકારણ – ક્રોધ થવામાં પુત્રનું પ્રતિકૂળ આચરણ બાહ્ય નિમિત્તકારણ છે. પુત્રના વિરુદ્ધ આચરણનું અવલંબન લઈને તે વ્યક્તિ ક્રોધિત થાય છે. પરંતુ આ કારણ ક્રોધરૂપ કાર્યનું નિયામક કારણ નથી, કેમ કે આ નિમિત્તથી તેને સદેવ ક્રોધ નથી આવતો તથા આ નિમિત્તથી કોઈને ક્રોધ આવે છે અને કોઈને નથી પણ આવતો.
કાનદારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org