Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦૧ એકાંતે અપનાવી સત્સાધન છોડી દે છે. પરિણામે નિશ્ચય માત્ર વાતોમાં જ રહી જાય છે અને તેમનો હૃદયપલટો થતો નથી. નિશ્ચયનય માત્ર તેમની વાણીનો વિલાસ બની જતો હોવાથી તેમને જ્ઞાનદશા પ્રાપ્ત થતી નથી અને બીજી બાજુ તેમણે સાધનદશા પણ અંગીકાર કરી ન હોવાથી પાપાસવના બાહુલ્ય સહિત તેઓ ભવસમુદ્રમાં ડૂબે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે
ગાથા-૧૩૧
‘એમ નિશ્ચય નય સાંભલીજી, બોલે એક અજાણ; “આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચખાણ ?”, કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ.
નિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મર્મ; છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ ’૧
આત્મા અબંધ-અસંગ છે એવી નિશ્ચયપ્રધાન વાણી સાંભળીને જો કોઈ જીવ સર્વ્યવહારને નિરર્થક સમજી ત્યજી દે તો તે મિથ્યાત્વી છે, મતાર્થી છે, શુષ્કજ્ઞાની છે. જે જીવ નિશ્ચયવાણી સાંભળીને સત્સાધનને તજી મોહાવેશમાં વર્તે છે તે જીવ માર્ગ ચૂકે છે. માટે જીવે પ્રથમ મોક્ષમાર્ગના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. નિશ્ચય તથા વ્યવહાર એમ બન્ને નયથી વિચારણા કરી મોક્ષમાર્ગનું યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. મોક્ષમાર્ગનું યથાર્થ શ્રદ્ધાન મોક્ષમાર્ગની યથાર્થ આરાધના માટે અત્યંત આવશ્યક છે.
Jain Education International
મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના સુંદર સમન્વયરૂપ છે. સસ્વરૂપના જિજ્ઞાસુને સ્વપ્ને પણ સત્સાધનનો નિષેધ ન હોય. વળી, જેમ સત્સાધન નથી છોડવાનાં, તેમ નિશ્ચયને પણ નથી છોડવાનો, કારણ કે લક્ષ વગરનાં સાધન નિષ્ફળ નીવડે છે. જેને સ્વભાવના સામર્થ્યનો ભરોસો નથી, સદ્ગુરુના વચનબળે અંતર્મુખ થવાનો પ્રયાસ જેણે આદર્યો નથી, તેની સર્વ ક્રિયાઓ મોક્ષાર્થે નિષ્ફળ નીવડે છે. સ્વરૂપના લક્ષ વિના તેનું કોઈ વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે યથાર્થ થતાં નથી. નિશ્ચયને લક્ષમાં રાખ્યા વિના બાહ્ય ક્રિયા કરતો મૂઢ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગ સાધી શકતો નથી. તે મૂઢ અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાઓ કરવાના કારણે પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્લક્ષના અભાવના કારણે તે મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ રહે છે.
જે જીવ માત્ર બાહ્ય ક્રિયાથી ધર્મ થાય છે એમ સ્વીકારે છે, પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવને નથી સ્વીકારતો, તે તરફ પોતાનું વલણ નથી ફેરવતો તે વ્યવહા૨ાભાસી છે, ક્રિયાજડ છે. ક્રિયાજડ જીવ મોક્ષમાર્ગના મર્મને જાણતો નથી અને ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૨-૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org