Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૨
૧૨૫
પર્યાય પ્રત્યે લક્ષ જાય છે, આત્માની અશુદ્ધ અવસ્થાનો સ્વીકાર થાય છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે અને વર્તમાન અવસ્થાએ અશુદ્ધ છે એમ બને પડખાં જાણ્યા-સ્વીકાર્યા પછી જ સ્વભાવની પ્રાપ્તિનો અને અશુદ્ધતાની નિવૃત્તિનો પુરુષાર્થ થઈ શકે છે. બન્ને પડખાં જાણીને શુદ્ધ સ્વભાવ તરફ દૃષ્ટિ કરતાં, તેની સન્મુખ થતાં તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે પર્યાયમાં જે અશુદ્ધતા છે તે દૂર થાય છે. બને નયને જાણવાનું આ જ પ્રયોજન છે. નિશ્ચયનયથી આત્માનો મૂળ સ્વભાવ જાણી, વ્યવહારનયથી આત્મામાં જણાતી અશુદ્ધતા ટાળવી જોઈએ. આમ, બને નય પ્રયોજનભૂત છે, જાણવા લાયક છે.
અહીં કોઈને શંકા થાય કે નિશ્ચયનય અને વ્યવહારનય સમકક્ષ નથી, પણ પ્રતિપક્ષ છે. તે બન્નેનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. તે બન્નેની વિષયવસ્તુ અને કથનશૈલીમાં માત્ર ભેદ જ નથી, પરંતુ વિરોધ પણ દેખાઈ આવે છે. જે બે વસ્તુઓને વ્યવહારનય એક બતાવે છે, નિશ્ચયનય અનુસાર એ કદી પણ એક થઈ શકે નહીં. નિશ્ચયનય જે વિષયવસ્તુને અભેદ અખંડ કહે છે, વ્યવહારનય તેમાં ભેદ બતાવે છે. નિશ્ચયનય પૂર્ણાનંદ સ્વરૂપ એક અખંડ આત્મસ્વભાવને વિષય બનાવે છે અને વ્યવહારનય વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ, નિશ્ચયનય અને વ્યવહારનય તો એકબીજાના વિરોધી સાબિત થાય છે, તો પછી તે બે વચ્ચે મૈત્રી કઈ રીતે હોઈ શકે? બન્ને એકસાથે કઈ રીતે રહી શકે?
આ પ્રશ્નનું સમાધાન એક સરળ દૃષ્ટાંત વડે થઈ શકે છે. શતરંજના બે ખેલાડીઓ અપેક્ષાએ મિત્ર પણ છે અને અપેક્ષાએ વિરોધી પણ છે. બે વસ્તુ અપેક્ષાએ પૂરક અને અપેક્ષાએ પ્રતિદંતી પણ હોઈ શકે તેનું આ એક સુંદર દૃષ્ટાંત છે. એકબીજા વિના રમત રમી શકાય નહીં, માટે એકબીજાના પૂરક છે અને પ્રતિકી વિના રમત કોની સાથે રમાય? અર્થાત્ શતરંજના ખેલમાં પ્રતિકંઠી જ પૂરક પણ બને છે. જે પ્રતિતંકી હોય તે વિરોધી હોય છે, કારણ કે વિરોધી જ પ્રતિવંતી બની શકે છે. પૂરક હોવાથી તે મિત્ર છે, કારણ કે મિત્રો જ રમત રમતા હોય છે. શત્રુ સાથે કોણ રમવા જાય? આ રીતે શતરંજના બે ખેલાડીઓ પરસ્પર મિત્ર પણ છે અને વિરોધી પણ છે. એ જ પ્રમાણે જિનાગમોમાં વ્યવહારનય તથા નિશ્ચયનય પોતપોતાના વિષય પ્રતિ અત્યંત પ્રામાણિક રહે છે. વિષયગત વિરોધને કારણે પરસ્પર વિરોધી પણ છે અને બન્ને પ્રમાણજ્ઞાનના જ અંશો હોવાથી સાથી પણ છે. પ્રમાણજ્ઞાનમાં બન્ને નયનો સદ્ભાવ એકીસાથે હોય છે.
નિશ્ચયનય અને વ્યવહારનય બને એક એક નય છે. તે કાંઈ પ્રમાણ નથી, તે બન્ને પ્રમાણના અંશો છે. તે બન્ને નય પોતપોતાના વિચારને વળગી રહે છે. પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org