Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - વર્તમાન દુષમ કાળમાં આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર પ્રભુના વિરહના કારણે તથા જ્ઞાનીપુરુષોનો યોગ પણ નહીંવત્ હોવાથી પરમ ઉપકારક સત્ય ધર્મમાં આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. કોઈ માત્ર નિશ્ચયને જ વળગી રહ્યા છે તો કોઈ માત્ર વ્યવહારને. નિશ્ચય કે વ્યવહાર બન્નેમાંથી એકનો પક્ષ લેનાર મૂઢ મિથ્યામતિ, મતભેદની કડવાશ વડે સરળ મોક્ષમાર્ગને અગમ્ય બનાવી પોતાના સંસારને ચિરાયુ બક્ષે છે. તેઓ સમજતા નથી કે મોક્ષમાર્ગ તો નિશ્ચય અને વ્યવહારના સમન્વયવાળો છે. ત્રણે કાળમાં નિશ્ચયદષ્ટિપૂર્વકનો વ્યવહાર એ જ એક મોક્ષમાર્ગ છે. સર્વ કાળના જ્ઞાનીઓનો એ જ ઉપદેશ છે, તેમાં કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. જ્ઞાનીઓ જીવના દોષ અનુસાર ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે. વ્યવહારમાં દ્રવ્ય-દેશ-કાળાદિના કારણે ભેદ જોવામાં આવે છે, છતાં તે સર્વ એક જ ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરમાર્થે કોઈ ભેદ નથી.
- આ પરમાર્થગંભીર ગાથામાં શ્રીમદ્ પ્રકાશે છે કે ભૂતકાળમાં જે જ્ઞાનીવિશેષાર્થ
થ) પુરુષો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જે જ્ઞાની પુરુષો વિદ્યમાન છે અને ભવિષ્ય કાળમાં જે જ્ઞાની પુરુષો થશે, તે સર્વ જ્ઞાનીપુરુષો એક જ પરમાર્થમાર્ગે ચાલીને જ્ઞાની થયા છે, થાય છે અને થશે. ત્રણે કાળમાં મોક્ષનો પંથ એક જ છે, તેમાં ભેદ નથી હોતો. ત્રણે કાળમાં પરથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ પરમાર્થમાગે છે. સર્વ જ્ઞાનીઓએ સમ્મત કરેલો આ પરમાર્થમાર્ગ પરમ પ્રમાણભૂત છે. દેશ-કાળાદિના કારણે વ્યવહારમાં ભેદ હોવા છતાં, તે વ્યવહાર એક જ ફળ આપનાર હોવાથી - મોક્ષપદ આપનાર હોવાથી તેમાં પરમાર્થે કોઈ ભેદ નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
આમ જ્યાં અનંતા જ્ઞાની પુરુષોની સાક્ષી છે એવા આ માર્ગની પ્રમાણતા માટે પૂછવું શું? પરમાર્થને અર્થે - મોક્ષને અર્થે પરમ પ્રમાણ્ય આ પરમાર્થ માર્ગ છે. અને આમ પરમાર્થ વ્યવહારસાપેક્ષ અને વ્યવહાર પરમાર્થસાપેક્ષ હોય એવો નિશ્ચયવ્યવહારના સમન્વયવાળો અવિરોધ પરમાર્થમાર્ગ - મોક્ષમાર્ગ અમે અનંતા જ્ઞાની પુરુષોની સંમતિથી નિરૂપિત કર્યો છે – સમ્યક્ પ્રતિપાદિત કર્યો છે.'
પરમાર્થમાર્ગમાં કોઈ ભેદ નથી. વ્યવહારમાં જે ભેદ દેખાય છે તે દેશ-કાળાદિ કારણથી છે. તે છતાં મોક્ષપ્રાપ્તિ એ જ એક પ્રયોજન હોવાથી ભિન્ન ભિન્ન જણાતો વ્યવહાર પણ અભિન્ન જ છે. બાહ્ય વ્યવહાર ભિન્ન ભિન્ન હોવા છતાં પ્રયોજન જો એક હોય તો તે અભિન્ન જ ગણાય. વિચારવાન જીવ માર્ગની આ અભેદતા સમજે છે, પરંતુ મૂઢ અજ્ઞાની જીવો માર્ગની અભેદતા સમજ્યા વિના મતભેદ ઊભા કરે છે. તેઓ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org