Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૩૪
ગાથા
અર્થ
ગાથા ૧૩૩માં શ્રીમદે કહ્યું કે ગચ્છ અને મતની પકડ તે સાચો વ્યવહાર ભૂમિકા
નથી અને પોતાના સ્વરૂપના ભાર વિનાનો નિશ્ચય સારભૂત થતો નથી. નિશ્ચય-વ્યવહારની સંધિમાં જ યથાર્થ મોક્ષમાર્ગ છે. નિશ્ચય કે વ્યવહાર એ બન્નેમાંથી કોઈ પણ એકનો આગ્રહ રાખવા યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી જીવ શુષ્કજ્ઞાની અથવા ક્રિયાજડ થઈ જાય છે અને તેનું કલ્યાણ થતું નથી. નિશ્ચયદષ્ટિપૂર્વકનો વ્યવહાર એ જ યથાર્થ મોક્ષમાર્ગ છે અને ત્રણે કાળમાં એ જ એક મોક્ષમાર્ગ છે. આ પરમાર્થમાર્ગનું આરાધન કરતાં અનંતા જીવો મોક્ષ પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે એમ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે –
“આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય.' (૧૩૪) - ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને
ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩૪)
દેહાદિથી પર એવા પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની ભાવના જ્યાં સુધી બાલા] ચિત્તમાં વસી ન હોય ત્યાં સુધી જીવની ધર્મપ્રવૃત્તિમાં પણ અહંકારમમકારને અવકાશ રહે છે. એવી ધર્મપ્રવૃત્તિથી સંસારનો વિસ્તાર થતો નથી. પોતાના કર્મકૃત વ્યક્તિત્વ ઉપર રહેતી નજરને હટાવી જો સાધક તેને પોતા તરફ, અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ વાળે તો જ તે આત્માનો અંતરવૈભવ પામી શકે છે. પોતા તરફ વળ્યા વિના માત્ર ક્રિયાની ઘરેડમાં ઘૂમ્યા કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેમજ ભેદજ્ઞાનની જાગૃતિ તથા તે જાગૃતિમાં સહાયક એવા સત્સાધનનું સેવન કર્યા વિના માત્ર નિશ્ચયનાં વાક્યોનો પોપટપાઠ કરે તોપણ કાર્યસિદ્ધિ થતી નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ લક્ષમાં રાખી, તેને પ્રાપ્ત કરવા માટે જે જે સત્સાધનો કહ્યાં છે તેનું સેવન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. આમ, નિશ્ચય-વ્યવહાર બન્નેના યથાર્થ સમન્વયપૂર્વક મોક્ષમાર્ગની સાધના કરીને જ ભૂતકાળમાં અનંતા જીવો જ્ઞાની થયા છે, વર્તમાન કાળમાં પણ થાય છે અને ભવિષ્ય કાળમાં પણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org