Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કરે છે, તે પોતાની દશામાં સિદ્ધત્વને પ્રગટ કરે છે. જેને પોતાના સ્વભાવનો નિર્ણય થાય છે, ‘સ્વરૂપસત્તાએ હું સિદ્ધ છું એવો નિશ્ચય થાય છે; તેના વીર્યનો વેગ તે તરફ વળે છે, સત્ય પુરુષાર્થની દિશા ખૂલે છે અને તે સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે.
આ સિદ્ધસ્વરૂપે પ્રગટ કરવાના કાર્યમાં શ્રી સદ્ગુરુની આજ્ઞા અને વીતરાગદશાનું ચિંતવન જીવને સહાયક નીવડે છે, તેથી આ બન્ને અવલંબન સત્ય પુરુષાર્થ કરવામાં પ્રબળ નિમિત્તકારણ છે. સ્વચ્છેદ તથા પ્રમાદના ત્યાગપૂર્વક શ્રી સદ્ગુરુની આજ્ઞાના આરાધનથી તેમજ અંતરંગ ભાવોલ્લાસપૂર્વક જિનદશાનો વિચાર કરવાથી આત્માનો મહિમા જાગે છે અને મોક્ષરૂપી કાર્ય ત્વરાથી અને સુગમતાથી થાય છે. આમ, આ ગાથાની પ્રથમ પંક્તિમાં જીવના ઉપાદાનનું સામર્થ્ય દર્શાવી, તે અનંત શક્તિ કઈ રીતે પ્રગટ થઈ શકે તે બતાવ્યું છે તથા ગાથાની બીજી પંક્તિમાં અપ્રગટ શક્તિને પ્રગટ કરવારૂપ કાર્યમાં અનુકૂળ એવાં બે પ્રબળ નિમિત્તકારણો બતાવી, તેનું અવલંબન લેવાની પ્રેરણા આપી છે.
- મુક્તિના માર્ગમાં જે મહત્ત્વપૂર્ણ વિષયોનું સમ્યક્ પરિજ્ઞાન અત્યંત આવશ્યક વિશેષાર્થ)
૧] છે, એમાં ‘ઉપાદાન-નિમિત્ત' એ એક એવો મહત્ત્વપૂર્ણ વિષય છે કે જેના યથાર્થ જ્ઞાન વગર સમ્યક પુરુષાર્થ સ્કુરાયમાન થતો નથી. ઉપાદાન-નિમિત્ત સંબંધી સમજણના અભાવમાં કાં તો નિમિત્તોને કર્તા માની લેવામાં આવે છે અને કાં તો નિમિત્તોનો અસ્વીકાર કરવામાં આવે છે. નિમિત્તોને કર્તા માનવામાં આવે તો શ્રદ્ધા મિથ્યા છે અને નિમિત્તોને માનવામાં જ ન આવે તો જ્ઞાન મિથ્યા છે. તેથી સમ્યક પુરુષાર્થ અર્થે ઉપાદાન અને નિમિત્તનાં સ્વરૂપથી સુપરિચિત થવું અગત્યનું છે.
પ્રશ્ન થાય કે આત્માદિત તો સ્વભાવની સન્મુખ થવામાં છે, તો પછી ઉપાદાનનિમિત્તની સમજણની શું જરૂર છે? ઉપાદાન-નિમિત્તને ન સમજીએ તો શું હાનિ છે? તેનો ઉત્તર એ છે કે જ્યાં સુધી આત્મા એમ માને છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ભલું બૂરું કરી શકે છે, ત્યાં સુધી તે પરોન્મુખ જ રહે છે. આ પરોન્મુખતાનો અંત કરવા એ વાતનો પાકો નિર્ણય હોવો જોઈએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું હિત-અહિત કરી શકે નહીં. આ નિર્ણય ઉપાદાન-નિમિત્તની સમજણ દ્વારા થાય છે. પરાશ્રયબુદ્ધિ છોડવા માટે ઉપાદાન-નિમિત્તનું જ્ઞાન પ્રયોજનભૂત છે. ઉપાદાન-નિમિત્તનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના, પરાવલંબનના અનાદિ અભ્યાસથી યુક્ત દૃષ્ટિ અને વૃત્તિ સમાપ્ત નથી થતી, સ્વાવલંબનનો ભાવ જાગૃત નથી થતો. તેના જ્ઞાન વિના જિનાગમોમાં પ્રતિપાદિત સ્વતંત્ર વસ્તુવ્યવસ્થા તથા કારણ-કાર્યનો સિદ્ધાંત સમ્યકપણે સમજવો સંભવિત નથી. તેથી ઉપાદાન-નિમિત્તનું જ્ઞાન મોક્ષમાર્ગમાં પરમ આવશ્યક, ઉપયોગી અને લાભદાયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org