Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૫
ગાથા-૧૩૪
પરમાર્થ સમજ્યા વિના ગચ્છ, મત, સંપ્રદાય, વાડા, વેષ ઇત્યાદિના આગ્રહ કરે છે. તેમણે ધર્મને આંતરિક ક્રાંતિને બદલે સાંપ્રદાયિક મતાગ્રહ બનાવી દીધો છે. તેઓ ધર્મના નામે ઝઘડા કરે છે અને અસદાગ્રહથી સહાઈ મૂળમાર્ગ ચૂકી જાય છે.
ઝાડનું મૂળ એક જ હોય પણ પાંદડાં અનેક હોય. મૂળને પકડવાથી આખું ઝાડ હાથમાં આવે, પરંતુ ડાળીઓ કે પાંદડાં પકડવામાં આવે તો આખું ઝાડ હાથમાં આવતું નથી. તેમ મોક્ષમાર્ગનું મૂળ જે પકડે છે તેના હાથમાં આખો માર્ગ આવે છે. જે માત્ર બાહ્યસાધનરૂપ ડાળીઓ-પાંદડાં પકડે છે તેના હાથમાં માર્ગ આવતો નથી અને તે મતાગ્રહ, કદાગ્રહમાં ફસાઈ જાય છે. જો માત્ર બાહ્ય ક્રિયાઓને કે કોરા શાસ્ત્રવાંચનને ધર્મ સમજી લેવામાં આવે તો તેવા ભ્રમથી આગ્રહ પેદા થાય છે અને તે જીવ સર્વથા આમ જ છે' એવા મતાગ્રહ, હઠાગ્રહ સેવવા લાગે છે. કેવળ પોતાના સંપ્રદાયની ક્રિયાઓને મોક્ષમાર્ગ માનવાથી જીવ મોક્ષમાર્ગની રૂડી આરાધનાથી વંચિત રહી જાય છે. જ્ઞાની ભગવંતો નિષ્કારણ કરુણાથી જીવના આગ્રહો મટાડે છે. તેઓ મતભેદ-કદાગ્રહ ઘટાડી સમ્યક્ માર્ગ બોધે છે.
મૂળમાર્ગનો ઉદ્ધાર એ શ્રીમનું મુખ્ય જીવનકાર્ય હતું. માર્ગપ્રભાવનાની તેમની ભાવનામાં કેન્દ્રસ્થાને વીતરાગનો મૂળમાર્ગ જ હતો. તેમણે ક્યારે પણ સાંપ્રદાયિક માર્ગની વાત કરી નથી. તેમનાં સર્વ ઉપદેશવચનો વીતરાગના મૂળમાર્ગની આસપાસ કેન્દ્રિત થયેલાં છે. વીતરાગનો મૂળમાર્ગ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરુદ્ધ એકતા. જિનના આ રત્નત્રયીમય મૂળમાર્ગની અનુપમ આરાધના સ્વજીવનમાં કરનાર શ્રીમદે, મૂળમાર્ગનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશતું વિ.સં. ૧૯૫૨ના આસો સુદ ૧ના દિવસે આણંદ મુકામે લખેલ ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' એ કાવ્યમાં અપૂર્વ ભાવથી દિવ્ય ગાન કર્યું છે. પવિત્ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચનાના પંદર દિવસ પહેલાં રચેલ આ દિવ્ય કાવ્યમાં જિનેશ્વરના દિવ્ય ધ્વનિનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ શ્રીમદ્ પ્રકાશે છે કે
‘જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ; જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ.
Jain Education International
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ.'૧
આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ, જે વિપરીતપણે પ્રવર્તી રહ્યા છે, તેને આત્માના હિતાર્થે આત્મામાં વાળવા તે જ જિનનો મૂળમાર્ગ છે એમ જ્ઞાનીઓએ કહ્યું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૩ (આંક-૭૧૫, કડી ૩,૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org