Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વ્યવહાર નથી, પરંતુ મોહનો પરાભવ કરાવનારો જે વ્યવહાર તે સમ્યક્ વ્યવહાર છે. તેવી જ રીતે આત્મસ્વરૂપના ભાન વિનાનો નિશ્ચય પણ બોલવા પૂરતો જ છે, શુષ્ક છે. મોક્ષમાર્ગમાં તે કાર્યકારી થઈ શકતો નથી, અર્થાત્ તેનાથી આત્મકલ્યાણ થતું નથી; માટે તેની સાથે ત્યાગ-વૈરાગ્ય, સત્સંગ-ભક્તિ આદિનો આશ્રય પણ કરવો જોઈએ. શમ, સંવેગાદિ ગુણો પ્રાપ્ત કરી, શ્રીગુરુના બોધના આધારે તીવ્ર રુચિથી અંતરમાં આત્મભાવના ઘોળતા રહેવું એ મોક્ષમાર્ગની યથાર્થ આરાધના છે. આમ, આ ગાથાની પ્રથમ પંક્તિમાં અસવ્યવહારનું સ્વરૂપ બતાવી, બીજી પંક્તિમાં સારભૂત નહીં એવા નિશ્ચયનું સ્વરૂપ બતાવી, નિશ્ચયદૃષ્ટિપૂર્વકનો સર્વ્યવહાર તે મોક્ષમાર્ગ છે એ તથ્યનું દઢીકરણ કર્યું છે.
ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના યથાર્થ આરાધના શક્ય નથી, તેથી વિશેષાર્થ જ્ઞાની ભગવંતો ધર્મના સ્વરૂપની સમ્યક્ સમજને અગ્રિમ મહત્તા આપે છે. જીવે ધર્મના પ્રાગટ્ય માટે ધર્મ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. ધર્મને જાણવા માટે જે ધર્મ નથી તે જાણવું પણ એટલું જ જરૂરી છે. જીવે જેને ધર્મ સમજી ગ્રહણ કર્યો હોય તે યથાર્થ ધર્મ ન હોય તો તે ગ્રહણ થયેલ કહેવાતો ધર્મ જીવને મોહનિદ્રામાંથી જગાડવાને બદલે વધુ ગાઢ નિદ્રામાં તાણી જાય છે, અર્થાત્ મોહભાવમાં વૃદ્ધિ કરે છે; માટે મોહનિદ્રામાંથી જાગવા માટે, જે જાગવા નથી દેતું અને જગાડવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે તેને સમજવું પણ એટલું જ જરૂરી છે. જે ખરેખર ધર્મ નથી, પણ લોકો જેને ધર્મ કહે છે તેની યથાર્થ વિચારણા કરવી આવશ્યક છે.
પ્રવર્તમાન યુગમાં મોટાભાગના જીવો ધર્મ-અધર્મના સ્વરૂપની વિચારણા કર્યા વિના બાહ્ય ક્રિયાઓ કે કો૨ો શાસ્ત્રાભ્યાસ કરી, પોતે ધર્મ કરી રહ્યા છે એવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ પુષ્કળ તપ-ત્યાગ કરે છે, ખૂબ શાસ્ત્રાભ્યાસ કરે છે, છતાં તેમનામાં શાંતિ, સ્થિરતા, સ્વસ્થતા, સમતા, તૃષ્ણામુક્તિ આદિ ઉમદા સદ્ગુણો જે ધર્મનું અવિનાભાવી ફળ છે તે દેખાતાં નથી. જો જીવ ભાંગ પીએ, પરંતુ ગળાની નીચે ઉતાર્યા વિના તે ભાંગ મોંમાંથી પાછી બહાર કાઢી નાખે તો ભાંગ પીવા છતાં ભાંગ અંદર ગઈ ન હોવાથી તેને નશો ચડતો નથી; પ્રમાણે જીવ જપ-તપાદિ ક્રિયાઓ કરે છે, શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ તે મોક્ષમાર્ગ વિષેની સાચી સમજણ અંતરમાં ઉતારતો નહીં હોવાથી તેને તે ધર્મપ્રવૃત્તિઓનું યથાર્થ ફળ મળતું નથી. મોક્ષમાર્ગ વિષેની સમજણ સવળી હોય તો પરિણમન થાય. પરંતુ મુક્તિમાર્ગની વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ અને સરળ હોવા છતાં વર્તમાનમાં લોકો મૂળમાર્ગને પ્રાયઃ વીસરી ગયા છે. શ્રીમદ્ કહે છે તેમ
‘મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા
Jain Education International
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org