Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
૧૪૬
સમ્યગ્દર્શન પ્રગટે છે.
યથાર્થ જ્ઞાન એ જ છે તદનુરૂપ પરિણમન થાય. પરંતુ સાંપ્રત સમાજમાં જ્ઞાનાભ્યાસ પુષ્કળ થતો હોવા છતાં, નિશ્ચયની ચર્ચા-વિચારણા થતી હોવા છતાં લગભગ તે અભ્યાસાદિ સત્ય સ્વરૂપે પરિણમતાં નથી અને મિથ્યાત્વ તેમજ કષાયનું મંદત્વ થતું નથી. જીવ ભાડાનું જ્ઞાન લઈને સંતોષાઈ જાય છે અને ચિત્તમાં પરિવર્તન કરવાનો, સ્વનું રૂપાંતરણ કરવાનો તે કોઈ પ્રયાસ કરતો નથી. તે માત્ર બાહ્ય જ્ઞાનને એકઠું કરતો રહે છે અને એ જ્ઞાનને જ સમ્યજ્ઞાન સમજીને જીવે છે, સંતોષાઈ જાય છે; પણ તે વડે તેના જીવનમાં સુખ, શાંતિ, સલામતી, નિર્ભયતા, પવિત્રતા આવી શકતાં નથી.
-
વિવેચન
Jain Education International
શુષ્કજ્ઞાની જીવ અન્યનું જ્ઞાન ભેગું કરે છે. તે નિશ્ચય વાક્યો શીખી લે છે અને તેને વાણીમાં ઉતારી લે છે. તે બોલવા લાગે છે કે આત્મા તો સુખનું ધામ છે, આનંદનો પિંડ છે; પણ આ તો માત્ર ઉછીની માહિતી છે, ઉધાર જ્ઞાન છે. તે પોતાની ગહન થતી અંતર્દ્રષ્ટિ દ્વારા એ નિષ્કર્ષ ઉપર નથી પહોંચ્યો કે આત્મા સુખમય છે. જો તે પોતાની આંતરિક ખોજ દ્વારા એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો હોય કે આત્મા સુખમય છે તો તો બાહ્યમાંથી સુખ મેળવવાની તેની દોડ અટકી જાય; પરંતુ નિશ્ચયાભાસી જીવ વાતો તો સ્વરૂપની કરે છે અને બાહ્યમાંથી સુખ મેળવવા માટે વેગપૂર્વક દોડતો રહે છે. તેના અંતરમાં તો એમ જ છે કે પરમાં સુખ છે. માત્ર બહારથી ઉધાર બોધના કારણે તે એમ બોલે છે કે આત્મામાં સુખ છે; માટે જીવે ચકાસવું જોઈએ કે પોતે જે બોલે છે એ નિજબોધ છે કે પરનો ઉધાર લીધેલો બોધ છે? જીવમાં ક્રાંતિની સંભાવના ત્યારે જ છે કે જ્યારે એ નિજબોધ હોય. બીજા કહે છે કે આત્મા સુખમય છે, એટલામાત્રથી પોતે પણ કહેવા લાગે તો પરમાંથી સુખ મેળવવાની ચેષ્ટા વિરામ નહીં પામે. જીવને પોતાને પણ એમ ભાસવું જોઈએ. નિજબોધ હોય તો તે ઉદયપ્રસંગોમાં મદદે આવે છે અને પરિણામે પરમાંથી સુખ લેવાની ચેષ્ટા વિરામ પામતી જાય છે. શાસ્ત્રનો બોધ જ્યારે અંતરમાં સુસ્થિત થઈ પોતાનો બોધ બને છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે.
કોરા ઉધાર જ્ઞાનથી જીવનના સત્યને ક્યારે પણ નથી મેળવી શકાતું. જીવનના સત્યને તો એ જ જાણે છે કે જે નિજજ્ઞાનથી યુક્ત છે, પણ નિશ્ચયાભાસી જીવ તો ઉછીનું લીધેલું જ્ઞાન સ્મૃતિમાં ભરી લે છે અને માને છે કે ‘હું આત્મા-પરમાત્મા વિષે ઘણું જાણું છું.' તે આત્મા વિષે જાણવાનો, જીવનનાં બધાં સત્યોને જાણવાનો દાવો કરે છે, પણ તેને સ્વસંવેદનની ઉપલબ્ધિ થઈ હોતી નથી. તે આત્મા વિષે જાણે છે પણ આત્માને નથી જાણતો. તેના આવા જ્ઞાનનું મૂલ્ય શું? આત્માને જાણવાના પ્રયત્ન એ જ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org