Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૩
૧૪૯ અપેક્ષાએ ભલે પર્યાય ગૌણ છે, પણ ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપસન્મુખતા, સ્વરૂપાનુભવ, આનંદનું વેદન પર્યાયમાં થતાં હોવાથી પર્યાયનું પણ મહત્ત્વ છે. તેથી કેવળ શુદ્ધ સ્વભાવની વાતો કરવાથી કાંઈ વળતું નથી, પર્યાયમાં તદનુરૂપ પરિણમન થાય એવા પ્રયત્ન કરવા ઘટે છે.
પોતાને અસંગ અને અબંધ કહેવાથી નહીં પણ પર્યાયમાં પોતાને અસંગ અને અબંધ કરવાથી નિશ્ચય સચવાય છે. જેમ કોઈ વાસણમાં સરસ વાનગી હોય, પરંતુ તે વાનગીના રસની ખબર એ વાસણને હોતી નથી; તેવી રીતે નિશ્ચયાભાસી જીવ અસંગ અને અબંધ આત્માની વાતો કરતો હોય છે, પરંતુ તેને તેવો અનુભવ થયો ન હોવાથી જ્ઞાનીની નજરે તે કમનસીબ છે. આ તથ્યને શ્રી ચિદાનંદજી મહારાજ એક પદમાં જણાવતાં કહે છે કે –
રસ ભાજનમેં રહત દર્વી નિત, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુતપાઠી પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે.
લીં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયો નહીં.' આત્માની માત્ર વાતો કરવી અને સસાધનોનું ઉત્થાપન કરવું તે નિશ્ચય નથી, પણ નિશ્ચયાભાસ છે. બધી ક્રિયાઓને અસાર કહીને તેને ઉડાડવી એનું નામ સનિશ્ચય નહીં પણ શુષ્કજ્ઞાન છે. આત્માની કેવળ વાતો કરનારું અને વ્યવહારની અવગણના કરનારું શુષ્કજ્ઞાન મુક્તિસાધક બની શકતું નથી. વ્યવહારનો નિષેધ કરનારું શુષ્કજ્ઞાન જીવનાં પ્રમાદ અને અભિમાનને પોષે છે અને તેને સાધનાશૂન્ય બનાવી દે છે. જ્ઞાનદશા જેને પ્રાપ્ત થઈ નથી અને સાધનદશા જે સેવતો નથી એવો જીવ નિશ્ચયની વાતો કરે તો પણ તે વાતો ફળદાયી કે કલ્યાણકારી થતી નથી. આમ, ચિત્તમાં ત્યાગવૈરાગ્ય ન હોય અને મુખમાં નિશ્ચયપ્રધાન વચનો હોય તેવા જીવને મોક્ષમાર્ગે ચઢાવવા પ્રસ્તુત ગાથાની આ બીજી પંક્તિ અત્યંત ઉપયોગી છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની એક એક ગાથા બહુ ગહન છે. એક એક ગાથામાં અગાધ અર્થ સમાયો છે. આ ગાથામાં શ્રીમદે નિશ્ચય તથા વ્યવહાર બન્નેની ઉપયોગિતા બતાવી છે. કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર એવા પોતાના જ્ઞાયક સ્વરૂપના ભાનપૂર્વક જો વ્યવહારમાર્ગનું અનુસરણ થાય તો તે મુક્તિ અપાવે છે એમ નિર્દેશ કરી, શ્રીમદે નિશ્ચય અને વ્યવહાર બન્નેની ઉપયોગિતા સમજાવી છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે રહે છે. મોક્ષમાર્ગે નિશ્ચયનું જ્ઞાન અને વ્યવહારનું અનુસરણ બને જરૂરી છે. વ્યવહાર કરતા રહી નિશ્ચયનું લક્ષ ન રાખવામાં આવે તોપણ ભૂલ છે અને નિશ્ચય જાણી વ્યવહારને છોડી દેવામાં આવે તોપણ ભૂલ છે. શ્રીમદે નિશ્ચયની ઉપેક્ષા ૧- શ્રી ચિદાનંદજીરચિત, પદ ૪૨, કડી ૨ (‘સર્જન સન્મિત્ર', પૃ.૭૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org