Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કરનાર વ્યવહારાભાસી જીવોને તથા વ્યવહારની ઉપેક્ષા કરનાર નિશ્ચયાભાસી જીવોને સાવધાન કર્યા છે. તેમણે આ ગાથામાં ગર્ભિતપણે વ્યવહારાભાસીનું ક્રિયાજડત્વ ટળે તે અર્થે નિશ્ચયનું અને નિશ્ચયાભાસીનું શુષ્કજ્ઞાન સમ્યક્ રીતે પરિણમે તે અર્થે વ્યવહારનું પ્રતિપાદન કર્યું છે. તેમણે બન્ને પ્રકારના મતાગ્રહીની મોક્ષમાર્ગરૂપી મશાલમાં ખૂટતો અંશ ઉમેરી આપ્યો છે. અગ્નિ વગરનો દાંડો લઈને ફરનારને નિશ્ચયને વિસારી ક્રિયાનો આગ્રહ સેવનારને સ્વરૂપલક્ષની અનિવાર્યતા બોધી છે તથા દાંડો છોડીને અગ્નિને ગ્રહણ કરવા માંગતા અને તેથી દાઝનારાઓને ક્રિયાને અવગણી સીધું જ્ઞાન અહી લેવા ઇચ્છનાર અને પરિણામે શુષ્કજ્ઞાનમાં સરી પડનારાઓને પરમાર્થમૂળહેતુ વ્યવહારરૂપી દાંડાની અગત્યતા સમજાવી છે. મોક્ષમાર્ગે ચાલતા સાધકને પડવાનાં બધાં જ સ્થાનોનું દર્શન કરાવી, તેનો માર્ગ તેમણે સરળ અને સુગમ કરી આપ્યો છે. મોક્ષપ્રાપક વ્યવહાર અને મોક્ષપ્રાપક નિશ્ચય, બન્નેનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે શ્રીમદે અસદ્વ્યવહારનું અને સારભૂત નહીં તેવા નિશ્ચયનું સ્વરૂપ બતાવી મોક્ષાર્થી પ્રત્યે અત્યંત અત્યંત ઉપકાર કર્યો છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
-
‘ગચ્છમતની જે કલ્પના, નિજ મતિ કલ્પિત જેહ; અંધપરંપર ચાલિયો, જેથી નહીં ભવ છેહ. અગીતાર્થે જે આચર્યો, તે નહિ સર્વ્યવહાર; પોષે માન મોટાઈને, કુળાચાર, સંસાર. જેમ અનુભવ દેહનો, આત્માનો નહીં તેમ; ભાન નહીં નિજરૂપનું, તે સાચું હોય કેમ. વૈરાગ્યાદિ સાધનો, સેવે નહીં લગાર; હું પરમાત્મ સ્વરૂપ છું, તે નિશ્ચય નહિ સાર.'
***
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૨૯-૫૩૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org