Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસવ્યવહાર છે અને તે જીવને પડવાનાં સ્થાનક છે એમ કહી, તેનો નિષેધ કરી, સવ્યવહારનો આશ્રય કરવા ઉપદેશ કર્યો છે. હવે ગાથાની દ્વિતીય પંક્તિમાં જે નિશ્ચય સારભૂત નથી તેનું વર્ણન કર્યું છે, અર્થાત્ નિશ્ચયાભાસી જીવને તેના દોષ બતાવી, શ્રીમદ્ કરુણાભાવે યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. (૨) નિશ્ચયાભાસનું સ્વરૂપ
પોતાના નિજસ્વરૂપનું ભાન હોય તે યથાર્થ રીતે નિશ્ચય છે અને જે નિશ્ચયમાં નિજસ્વરૂપનું ભાન ન હોય તે કોઈ પણ પ્રકારે સારભૂત નથી, અર્થાત્ ફળદાયી નથી. પોતાના સ્વરૂપનું ભાન નથી, શુદ્ધાત્મા પ્રત્યે જાગૃતિ નથી, અનુભવમાં આત્મા દેહાદિથી સ્પષ્ટ જુદો - અસંગ ભાસ્યો નથી અને તેવો લક્ષ પણ નથી, દેહાધ્યાસ વર્તે છે, મોહદશામાં લીનતા છે, ત્યાગ-વૈરાગ્ય-સંયમાદિ સાધનમાં પ્રવર્તન નથી - આવી દશા વર્તતી હોય ત્યારે ભલે નિશ્ચયનયનાં વાક્યો બોલાતાં હોય, પરંતુ તે કાર્યકારી થતાં નથી. ભેદજ્ઞાનની જાગૃતિ હોય નહીં, ભેદજ્ઞાનની જાગૃતિ રહે તેવા પ્રયત્ન પણ હોય નહીં અને જો કથનમાત્ર હું શુદ્ધ છું, અસંગ છું એમ પોકારવામાં આવે તો તે નિશ્ચય ફળીભૂત થતો નથી. તે નિશ્ચય નહીં પણ નિશ્ચયાભાસ છે.
નિશ્ચયાભાસી જીવ નિશ્ચયનયપ્રધાન વાક્યોને શબ્દોમાં રહે છે, પણ તે વાક્યોના આશયનો આશ્રય નથી કરતો. તે અર્થને નથી પકડતો, માત્ર શબ્દોને પકડે છે. તેની ભાષામાં નિશ્ચય વાક્યો આવે છે, પણ તે વાક્યો દ્વારા જે અભિપ્રેત છે તે ભાવ તે ગ્રહણ નથી કરતો. તેની ભાષા બદલાય છે, પણ ભાવમાં પરિવર્તન આવતું નથી. પૂર્વે પોતાનાં સુખ-દુઃખનું કર્તુત્વ પરમાં આરોપતો હતો અને તદનુરૂપ વાણી-વ્યવહાર પણ ચાલતો હતો. નિશ્ચય વાક્યોના પરિચયથી તેનાં વાણી-વ્યવહાર બદલાઈ જાય છે. તે હવે પરને કર્તા નથી કહેતો. તે પર માટે 'કર્તા'ને બદલે નિમિત્ત માત્ર બોલે છે, પણ અંતરંગ શ્રદ્ધામાં પોતાનાં સુખ-દુઃખની લગામ તો હજુ પરના હાથમાં જ રાખે છે. તેના શ્રદ્ધાનમાં તો પર પોતાને લાભ-નુકસાન કરી શકે અને પરનું પોતે કરી શકે એમ જ રહે છે. તત્ત્વશ્રવણ-વાંચનનો રંગ ભાષા ઉપર ચડે છે, પણ શ્રદ્ધા ઉપર ચડતો ન હોવાથી પરના કર્તા-ભોક્તાપણાની શ્રદ્ધા યથાવત્ રહે છે. તે પોતાના વિપરીત અભિપ્રાયોને છોડતો નહીં હોવાથી તેને યથાર્થ તત્ત્વનિર્ણય થતો નથી. તે શરીરને પોતાનું માને છે, “શરીર તે હું છું એમ માને છે. શરીરથી ભિન્નતાનું યથાર્થ ભાન થયું ન હોવાથી તે દેહની શાતાનાં કારણોમાં પ્રીતિપૂર્વક રમણતા કરે છે. નિશ્ચયાભાસી જીવનું સ્વરૂપ બતાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે –
‘જેને પરમહિત કરવું હોય તેણે ખૂબ સત્સમાગમ અને વૈરાગ્ય વધારવો. પણ જ્ઞાન-વૈરાગ્યનાં જેને કાંઈ ઠેકાણાં નથી, વિષય-કષાયમાં આસક્તિ છે, દેહાધ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org