Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૩
૧૪૩
ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ;
આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે." જીવો ગચ્છ અને કદાહને સાચવવા ખૂબ મહેનત કરે છે. પોતાના ગચ્છને માનનારા ઘટી ન જાય તથા મુહપત્તિ, રજોહરણ ઇત્યાદિ નાની નાની વસ્તુઓના કદાગ્રહ છૂટી ન જાય તે માટે ઉપદેશ આપવા જેવી અનેક આદિ પ્રવૃત્તિઓમાં પ્રવર્તન કરી રહ્યા છે. સર્વજ્ઞ પ્રભુનાં શાસ્ત્રો પોતપોતાની કલ્પનાએ ઘટાવી, ગચ્છ-કદાગ્રહ આદિ સાચવવામાં જાણે પોતે વીતરાગનો ધર્મ પ્રવર્તાવી રહ્યા છે એમ તેઓ માને છે; પરંતુ રાગ-દ્વેષરૂપ કષાયનો ક્ષય એ જ વીતરાગનો સાચો ધર્મ છે - આ શુદ્ધ ઉપયોગરૂપ ધર્મ તેમના લક્ષમાં પણ નથી. કષાયો મોળા પડ્યા હોય, મુક્ત થવા સિવાય અન્ય કોઈ અભિલાષા ન હોય, સંસાર પ્રત્યે ખેદ વર્તતો હોય અને અંતરમાં
સ્વપદયાના નિર્મળ ભાવો પ્રકાશતા હોય - આવી અંતરંગ દશા તે સદ્વ્યવહાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૩૮માં આત્માર્થીની જે દશા કહી તે દશા અથવા ગાથા ૧૦૮માં જિજ્ઞાસુનાં જે લક્ષણ કહ્યાં તે સદ્વ્યવહાર છે.?
આત્માર્થી જીવને - જિજ્ઞાસુ જીવને આત્મકલ્યાણની તીવ્ર પ્યાસ હોય છે. તેને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગી હોય છે. તે આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવા માંગે છે. તેને એવો આનંદ જોઈએ છે કે જે સ્વાધીન હોય, જેના માટે પરનું અવલંબન ન લેવું પડે. તેને સતુને સમજવાની, સ્વભાવને સમજવાની યથાર્થ ભાવના હોય છે. તેને પરની રુચિ મંદ પડી હોય છે અને સ્વભાવની રુચિ થઈ હોય છે. શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવા માટે આવી પાત્રતા આવશ્યક છે. આવી ભૂમિકા વિના જીવ સિદ્ધિ નથી મેળવી શકતો. આવી દશા તે સદ્વ્યવહાર છે. આવી દશા લાવવામાં નિમિત્તરૂપ જે જે સત્સાધનો છે તે સર્વ સવ્યવહાર છે અથવા પરમાર્થમૂળહેતુ વ્યવહાર છે.
આ પ્રમાણે પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં ગચ્છ-મતની કલ્પનાઓ તે ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી ચંદ્રાનન ભગવાનનું સ્તવન, કડી ૬ સરખાવો : સંતકવિ અખાજી, ‘અખાની કાવ્યકૃતિ', ખંડ ૧, શિક્ષા અંગ, છપ્પા ૩
ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે ખાધી ખતા; એકનું થાણું બીજો હણે, અન્યથી આપને અદકો ગણે;
અખા એ અંધારો કૂવો, ઝગડો ભાંગી કો નવ મૂવો.' ૨- “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩૮) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org