Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે કે
–
‘ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું, દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતદષ્ટિનાં પુસ્તકો છે.’૧
જીવે ગચ્છ-મત-સંપ્રદાયની કલ્પનાને ત્યજવી જોઈએ. ગચ્છ-મતાગ્રહીઓના પ્રચારથી દોરવાઈ જઈ, તેણે પોતે સ્વીકારેલા ક્રિયાકાંડથી ભિન્ન ક્રિયાકાંડને અનુસરનારા મુમુક્ષુઓ પ્રત્યે દ્વેષ, ધૃણા કે માત્સર્યપૂર્ણ વલણમાં કદી ફસાવું ન જોઈએ. તેણે કોઈ ક્રિયાકાંડ, અનુષ્ઠાનનો આગ્રહ ન રાખવો જોઈએ. સવ્યવહારનું સ્વરૂપ યથાર્થપણે સમજવું જોઈએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી સિમંધર ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે કે –
અવર ઈસ્યો નય સાંભલી, એક ગ્રહે વ્યવહારો રે; મર્મ દ્વિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે. તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે;
જીવીએ તુજ અવલંબને, તું સાહિબ ચિરંજીવો રે. કદાગ્રહી અજ્ઞાની જીવ અનેક ભેદોથી ભરપૂર એવા વ્યવહારનયના રહસ્યને સમજતો નથી. તે કાર્યના લક્ષને ભૂલીને લક્ષશૂન્ય પ્રવૃત્તિઓને જ સદ્વ્યવહાર માને છે. તે અવિવેક અને અજ્ઞાનતાપૂર્વક આદરેલી બાહ્ય પ્રવૃત્તિઓને જ સદ્વ્યવહાર માની બેસે છે. તે શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહારના રહસ્યને જાણ્યા વિના, સ્વરૂપલક્ષરહિતપણે બાહ્ય પ્રવૃત્તિમાં જ કદાગ્રહપૂર્વક વર્તે છે. આવો જીવ પરમાર્થમાર્ગને સમજી કે પામી શકતો નથી. આવા કદાહી જીવને, હે સીમંધર પ્રભુ! તારા સિવાય બીજું કોઈ સન્માર્ગ સમજાવી શકે તેમ નથી, કારણ કે અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી મોહાંધ બનેલા પ્રાણીઓ માટે તું જ સન્માર્ગદર્શક ધર્મદીપક છે. હે પ્રભુ! તારી દયાના અવલંબનથી જ ભવ્યાત્માઓ સન્માર્ગને શોધીને, સમજીને તથા મેળવીને સમ્યજ્ઞાનરૂપી તાત્વિક જીવન જીવી રહ્યા છે. તેથી હે સન્માર્ગદર્શક સાહેબ! તું આ વિશ્વમાં દીર્ઘ કાળ સુધી જીવિત રહે, અર્થાત્ તારી દયાનો આશ્રય અમને દીર્ઘ કાળ સુધી પ્રાપ્ત થાઓ.
ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ પણ લખે છે કે – ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૫-૭૨૬ (ઉપદેશછાયા-૧૧). ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૬, કડી ૬૪,૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org