Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મતમાં લઈ જાય છે, ક્લેશો કરાવે છે; પરંતુ તેમને આત્માની વાત સમજાવતા નથી. તેઓ લોકોને મોક્ષમાર્ગ તરીકે ક્રિયાકાંડો સાધનો પકડાવી દે છે, પણ તે કરવાનો હેતુ કે સાધ્ય સમજાવતા નથી. વસ્તુસ્વરૂપ સમજાવ્યા વિના તેઓ અનુષ્ઠાનો કરાવે છે. ઘણાખરા પ્રસંગોમાં ઉપર ઉપરની ટાપટીપ, ધૂમધામ વગેરે જોવામાં આવે છે; પણ ‘આત્મા વિભાવમાં જતો કેમ અટકે?' ‘સનાતન આત્મધર્મ શું છે?’ તેની વિચારણા અને તદનુસાર વર્તના જોવામાં આવતાં નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધાત્માની સિદ્ધિ કરવી, શુદ્ધાત્માને પ્રગટ કરવો એ જ ભગવાનનો સનાતન આત્મધર્મ છે. એક, અખંડ અને અભેદ એવો સનાતન આત્મધર્મ જો કોઈ હોય તો તે છે શ્રી જિને પ્રરૂપેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આત્મામાં અભેદતા પરિણત કરવી. આ તાત્ત્વિક માર્ગનો વિચાર કરતાં બધા ગચ્છ મતના આગ્રહો એકસપાટે પત્તાના મહેલની જેમ પડી જાય છે. ગચ્છ-મતના આચાદિ શુદ્ધ આત્મધર્મની ગવેષણામાં ટકી શકતા નથી.
શુદ્ધ આત્મધર્મ અને ગચ્છ-મતની સંકુચિતતામાં ખૂબ મોટો ભેદ છે. ધર્મમાં અંતર્દર્શન હોય છે, એટલે કે તે આત્માની અંદરથી ઊગે છે અને આત્મામાં જ ડોકિયું કરાવે છે, આત્મા તરફ જ જીવને વાળે છે; જ્યારે ગચ્છ-મતની કલ્પનામાં બહિર્દર્શન હોય છે, એટલે કે તે બહારના વાતાવરણમાંથી અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને જીવને બહારની બાજુ જ રોકી રાખે છે. તે પહેરવેશ, કપડાંનો રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો તથા ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે.
ધાર્મિક જીવ બીજા સાથેનો પોતાનો ભેદ ભૂલી અભેદતા તરફ ઝૂકે છે, જ્યારે ગચ્છ-મતની કલ્પનાયુક્ત જીવ પોતાની અસલ અભેદતા ભૂલી ભેદ તરફ વધારે ને વધારે ઝૂકતો જાય છે. ધર્મ જીવને રાત-દિવસ પોષાતા ભેદસંસ્કારોમાંથી અભેદ તરફ ધકેલે છે અને ગચ્છ-મતની કલ્પના એ પોષાતા ભેદમાં વધારે ને વધારે ઉમેરો કરે છે અને ક્યારેક અભેદની તક આવે તો તેમાં તેને સંતાપ કરાવે છે. તેને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે ને પગલે યાદ કરાવે છે. પંડિત સુખલાલજી લખે છે
‘ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીનો દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગોળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચું કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજો સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org